________________
તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન વિ.સં. ૨૦૭૨
છે
૧૨) જ્ઞાનભંડાર નિર્માણ અને પુસ્તક વિતરણ
મુંબઈ-સુરત-અમદાવાદ-પાલીતાણા જેવા સ્થાનોમાં એવા મોટા સુવ્યવસ્થિત જ્ઞાનભંડારની સંકલના શ્રીસંઘે કરવી જોઈએ કે જ્યાંથી તમામ સાધુ સાધ્વીજી ભગવંતોને અભ્યાસ-સદ્વાંચન યોગ્ય કોઈપણ પુસ્તક-પ્રતો ખૂબ સહેલાઈથી મળી શકે. જે પુસ્તક-પ્રત હાજર ન હોય તે અન્યત્રથી મેળવીને પણ તેમને પહોંચાડી શકાય, તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અન્ય અન્ય સ્થળોના ભંડારોની સૂચીઓ પણ બધે ઉપલબ્ધ કરાવવી જોઈએ. શ્રમણ-શ્રમણીઓએ ગ્રન્થોની સી.ડી., ડી.વી.ડી વગેરે સાધનો રાખવા-વાપરવાં નહીં. પ્રફ તપાસવા કે અધ્યયનાદિ માટે છાપેલા કાગળવાળી નકલનો ઉપયોગ કરવો.
૧૩) શ્રુતલેખન-સંરક્ષણ
મન્નત જિણાણની સક્ઝાયમાં શ્રાવકોનાં કર્તવ્યો બતાવ્યાં છે, તેમાં શાસ્ત્ર લખાવવાનું પણ એક કર્તવ્ય છે, માટે શ્રાવકોએ શક્તિ અનુસાર કમસેકમ એક ગ્રંથ ઉત્તમદ્રવ્યથી લખાવી શ્રતભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રલેખનની પ્રવૃત્તિ સુવિદિત છે. લખાયેલા શાસ્ત્રોના શુદ્ધીકરણ માટે ખાસ ઉપયોગ રાખવો જોઈએ. વિશેષ નોંધ : ભારતનાં દરેક રાજ્યોમાં સુરક્ષિત-સુયોગ્ય સ્થળે મૃતવારસો જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેથી એકાદ સ્થળે સંયોગવશ ગ્રન્થો નષ્ટ થાય તો પણ અન્યત્ર સચવાઈ રહે.
૧૪) દેવ-ગુરુની આશાતના
આમંત્રણ પત્રિકા તેમજ પંચાંગ વગેરેમાં દેવ-ગુરુના ફોટા મૂકવા નહિ, કેમકે તે મોટી આશાતનાનું કારણ બને છે. ફ્લેક્ષ-બેનરોમાં પણ આ વિવેક જળવાય તે જરૂરી છે. વિશેષ નોંધ : દીક્ષા-તપ પૂર્ણાહુતિની ઉજવણી વગેરેની પત્રિકાઓમાં મુમુક્ષુ ભાઈઓ-બહેનો કે તપસ્વીઓના ફોટા મૂકવા પણ હિતાવહ નથી.
I/૧૭ની