________________
તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન
છે
વિ.સં. ૨૦૭૨ -
કોઈ પરિવર્તન કરવું નહિ. તેવાં પરિવર્તનો જે ખાસ કરીને પરદેશમાં ચાલી પડ્યાં છે, તેને માન્ય રાખવાં નહિ. અને ચાલી પડેલાં તે પરિવર્તનોને રદ કરી પાછાં મૂળ સૂત્રાદિને અપનાવી લેવાં. નવાં જોડકણાં ઉમેરીને સંગીતમય પદ્ધતિથી આજે જે ગુરુવંદનાદિ કરવાનાં ચાલું થયાં છે તે બિલકુલ ઉચિત નથી. શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી ચાલતી ગુરુવંદનાદિની અખંડિત વિધિનું જ પાલન કરવું. વિશેષનોંધ : એ.સી. હોલોમાં સોફા-ખુરશીમાં બેસીને ભાઈઓ-બહેનો સાથે, વચ્ચે રિસેસપૂર્વક અને જેમાં બ્રેકફાસ્ટ-અલ્પાહાર અપાતા-લેવાતા હોય, તે રીતે થતાં પ્રતિક્રમણો જૈનશાસનમાં ક્યારેય માન્ય થઈ શકે નહિ. તે જ રીતે પર્યુષણ મહાપર્વની આરાધના ‘શ્રા.વ.૧૨ થી ભા.સુ.૪’ના કરવાને બદલે પોત-પોતાની અનુકૂળતા મુજબ 'રવિવાર થી રવિવાર' કરવાની પ્રવૃત્તિ જે ક્યાંક ક્યાંક શરૂ થઈ છે તે અયોગ્ય છે. પર્યુષણ માટે જૈનશાસનની મૂળભૂત મર્યાદાને જ અનુસરવું.
૧૦) શ્રુતદાનનો અધિકાર
જૈનધર્મનું જ્ઞાન આપવાના અધિકારી સંવિગ્ન-ગીતાર્થ ગુરુભગવંત જ છે. છતાં પણ આજે સ્કુલ-કોલેજ-યુનિવર્સિટી વગેરેમાં અનધિકૃત રીતે અનધિકૃત વ્યક્તિઓ દ્વારા જૈનધર્મ વિષયક જે જ્ઞાન અપાઈ રહ્યું છે, તેમાં જે પણ જૈનશાસનની માન્યતા વિરુદ્ધની વાતો પીરસાઈ રહી છે, તેને દૂર કરવા કે સુધારવા શિક્ષણક્ષેત્રના તે તે અધિકારી વર્ગનું શ્રીજૈનસંઘની જવાબદાર વ્યક્તિઓએ ધ્યાન દોરવું. *
૧૧) જ્ઞાનની સુરક્ષા
‘જ્યાં જ્યાં જિનાલય હોય ત્યાં ત્યાં આગમાદિ શ્રુતવારસાને જાળવવા જ્ઞાનભંડાર’ની વ્યવસ્થા થવી જોઈએ. જેથી દુષમકાળમાં તારક ગણાતાં શ્રીજિનબિંબ અને શ્રીજિનાગમ આ બે તત્ત્વોનો સંઘમાં સુમેળ સધાઈ રહે. તેમજ વિદ્યમાન જ્ઞાનભંડારો જ્યાં પણ છે તેને સુવ્યવસ્થિત રાખવા પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. જેથી પ્રભુભક્તિ સાથે શ્રુતાભ્યાસ પ્રત્યે પણ શ્રીસંઘમાં રુચિ જાગે.
II૧૬ો.