________________
, તપાગચ્છીય
શ્રમણ કર
સંમેલન છે વિ.સં. ૨૦૭૨
સંસ્કારને પ્રગટાવવા અને સ્થિર બનાવવા માટે ૧) ઓછામાં ઓછાં પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો, જીવવિચાર અને નવતત્ત્વ વગેરેનું અર્થસહિત જ્ઞાન પોતે મેળવવું અને પોતાનાં સંતાનોને અવશ્ય
અપાવવું. વ્યાવહારિક શિક્ષણ માટે વર્ષો સુધી તન-મન અને ધનનો વ્યય કરનારા શ્રાવકોએ પોતાના પરિવારમાં ધાર્મિક જ્ઞાન માટે આટલું તો કરવું જ જોઈએ એવું આ શ્રમણસંમેલન ભારપૂર્વક જણાવે છે. પાઠશાળામાં સમ્યગ્રજ્ઞાનનું મહત્ત્વ વધે તે માટે બાળકોમાં સામાન્ય પ્રભાવના પદ્ધતિની સાથે બાળકોના બોધ, આચરણો અને સંસ્કારવૃદ્ધિને અનુરૂપ ઉપવૃંહણા (પ્રોત્સાહક બહુમાન) વગેરેનું આયોજન કરવું જોઈએ. જૈનત્વના સંસ્કારો અને આચારો બગડે તેવી વીડીયોગેમ, અભક્ષ્ય ખાદ્ય પદાર્થો વગેરે ચીજવસ્તુઓ પ્રોત્સાહન માટે ન આપવી. આપણા શ્રીસંઘોમાં ચાલતી પાઠશાળાઓ કેવળ બાળકો માટે જ ન રહેતા બાળકો-યુવાનો-પ્રૌઢો અને વૃદ્ધો તમામ માટે અલગ અલગ સમય ગોઠવીને પણ ચલાવવી જોઈએ. (કાળવેળાનું ધ્યાન રાખવું.) પાઠશાળાને પ્રાણવંતી બનાવવા માટે સૂત્ર કંઠસ્થ કરવાની સાથે જૈન આચારો, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન ઈતિહાસ વગેરેનું જ્ઞાન પણ મળી રહે તેવી ગોઠવણ કરવી જોઈએ, જેથી વિવિધ પ્રકારની રુચિવાળા જીવો પણ સમ્યજ્ઞાનના ઉપાસક બની શકે. પ્રોજેક્ટર, ટેબ્લેટ, લેપટોપ વગેરે ઈલેક્ટ્રોનિક સાધનોથી વ્યક્તિ, સંસ્કારવિઘાતક અને જૈનત્વનાશક દશ્યો આદિ સાથે જોડાઈ જાય છે, તેથી અનેકવિધ અનર્થની પરંપરા સર્જાય છે અને દેવ-ગુરુપ્રત્યેનું બહુમાન ઘટે છે, માટે તેવા સાધનો પાઠશાળાદિમાં જ્ઞાનપ્રાપ્તિ માટે ન વાપરવાં. જ્ઞાનસાધના માટે પુસ્તક, ચિત્રપટ, બ્લેકબોર્ડ આદિ પરંપરાગત જ્ઞાન-સાધનો સિવાયના માધ્યમનો ઉપયોગ ન કરવો.
૬ ૯) સૂત્ર-વિધિઓમાં ફેરફાર
તપાગચ્છના પ્રતિક્રમણાદિના સૂત્ર-અર્થ અને વિધિઓમાં સુવિહિત પરંપરાથી જુદા પડી ભાવપ્રતિક્રમણ, સંક્ષેપ પ્રતિક્રમણ, નિશ્ચયપ્રતિક્રમણ જેવાં નામે
/૧૫ના