________________
તપાગચ્છીય ?
શ્રમણ
સંમેલન છે. વિ.સં.૨૦૭૨ જ
બનાવે એવા સાહિત્યનું ગુર્વાજ્ઞા મેળવી પ્રતિદિન વાંચન કર્યા વિના રહેવું નહિ. કારણ કે જ્ઞાન અને ક્યિા ઉભયના જોડાણ વિના મોક્ષમાર્ગ સધાતો નથી. ૬) ચતુર્વિઘ શ્રીસંઘમાં Ph.D. વિગેરે ડીગ્રીઓ
જિનશાસનમાં સમ્યજ્ઞાનની ઉપાસના કેવળ કર્મક્ષય અને આત્મશુદ્ધિ માટે જ કરવાની છે. આ આશયથી પ્રાપ્ત કરેલ સમ્યજ્ઞાન સાચી સમજ પ્રગટાવીને સાચી શ્રદ્ધા પ્રગટાવે છે અને તેને દઢ બનાવે છે. માટે આપણા આ મૂળભૂત આશયથી વિરુદ્ધ Ph.D. આદિ ડીગ્રીલક્ષી ધાર્મિક જ્ઞાન મેળવવું કે આપવું ચતુર્વિધ શ્રીસંઘ માટે અનુચિત છે. માટે આવી ડીગ્રીઓના મોહમાં પડવું નહિ. સાધુ-સાધ્વીજી માટે તો ગુરુપ્રદત્ત સાધુપદ જ સર્વોત્કૃષ્ટ પદ છે. પોતાના ગચ્છાધિપતિશ્રી આદિ દ્વારા મળતા શ્રતના અધિકારને છોડી એક સરકારી કે અન્ય કોઈ પણ અધિકારી કે સંસ્થા પાસે ભૌતિક ઉપાધિ માટે અરજી કરવી તે શ્રમણજીવનની ગરિમાને નષ્ટ કરી અત્યંત લઘુતા ઉત્પન્ન કરનાર બાબત છે.
Proనంతరం
૭) ભૌતિક લક્ષ્યથી થતા વ્યાવહારિક શિક્ષણ અંગે સાધુની મર્યાદા
ભૌતિક લક્ષ્યથી વ્યાવહારિક શિક્ષણ આપવું, તે ગૃહસ્થોચિત સામાજિક કાર્ય હોવાથી તેવા ભૌતિક શિક્ષણ આપતાં સ્થાનો બનાવવાદિ અંગે શ્રમણસંઘ ઉપદેશ કે પ્રેરણા આદિ આપી શકે નહિ. કારણ કે શ્રમણો દ્વારા પ્રતિદિન બોલાતા શ્રીશ્રમણસૂત્રમાં ૨૯ પાપશ્રતોનો ઉપદેશ, પ્રેરણા આદિ કરવાનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે.
૮) પાઠશાળા
‘પઢમં ના તમો યો' આ આગમવચન એવું જણાવે છે કે સમગ્ર આચારનું મૂળ જ્ઞાન છે. આમ છતાં વર્તમાનમાં જૈન પરિવારોમાંથી પાયાનું ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક સંસ્કાર ચિંતાજનક હદે વિદાય લઈ રહ્યા છે. તેવા સમયમાં દરેક જૈને પોતાના પરિવારમાં જૈનત્વના આચાર-વિચાર અને
I/૧૪