________________
શ્રમણ
તપાગચ્છીય છે
સંમેલન છે વિ.સં. ૨૦૭૨ -
શ્રીઉત્તરાધ્યયનસૂત્ર, શ્રીઆચારાંગસૂત્ર તથા (પરંપરાથી) ચાર પયત્રાસૂત્રના વાંચનનો તથા ૪૫ આગમના શ્રવણનો અધિકાર છે. સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓને શ્રીઆવશ્યકસૂત્ર તથા (પરંપરાથી)ચાર પન્ના, દીક્ષાર્થી શ્રાવક-શ્રાવિકાઓને શ્રીઆવશ્યક સૂત્ર તથા (પરંપરાથી) ચાર પન્ના ઉપરાંત શ્રીદશવૈકાલિકસૂત્રના ૪ અધ્યયન મૂળ તથા અર્થ અને પાંચમા અધ્યયનના અર્થ સિવાય બાકીના તમામ આગમોને વાંચવા-ભણવાનો જરા પણ અધિકાર નથી. માત્ર ગુરુમુખે છેદસૂત્ર સિવાયના આગમોના શ્રવણનો અધિકાર છે. વળી આગમાદિ શાસ્ત્રોના અર્થ સાંભળવા શાસ્ત્રમાં તીર્ઘપુ શ્રવણમ્ કહીને ગીતાર્થ ગુરુના મુખેથી જ તે અર્થો સાંભળવાનું વિધાન કર્યું છે માટે ગૃહસ્થ પંડિતો પાસે આગમાદિ શાસ્ત્રોના અર્થ ન જ સાંભળવા.
updragonorr
Karnataka
( ૪) શ્રીકલ્પસૂત્ર વાંચન
‘શ્રી પર્યુષણા મહાપર્વમાં ગુર્વાણા દ્વારા યોગ્યતા-પ્રાપ્ત મહાત્માઓએ ગુર્વાજ્ઞા પામીને શાસ્ત્રવચન અનુસાર પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રનું વાંચન પાંચદિવસ અને નવ ક્ષણોમાં કરવું. આ સુવિહિત પરંપરાનું પાલન ચતુર્વિધ શ્રીસંઘે અવશ્ય કરવું. તેવા શ્રમણો ન હોય તો પૂજ્ય આ.શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મહારાજાનાં શ્રી પર્યુષણા મહાપર્વનાં ઢાળિયાં જ વાંચવાં. આ ઢાળિયાનું વાંચન સાધ્વીજી ભગવંતોએ બહેનો સમક્ષ અને શ્રાવકોએ સભા સમક્ષ કરી શકાય. હાલમાં કેટલાક સ્થળે ગૃહસ્થો દ્વારા ચાલી રહેલી અચાન્ય પ્રવચનમાળા આદિને આ શ્રમણસંમેલન અનુચિત ગણે છે. તેવી પ્રવચનમાળા આદિનું આયોજન કરવું નહિ, તેમાં જવું નહિ. વિશેષ નોંધ : શ્રી કલ્પસૂત્રના વાંચન દરમિયાન જે સમય રહેતો હોય તો તદન્તર્ગત સંઘહિતકારી વિષયો સમજાવી શકાય. જે અન્ય વિષયો સમજાવવાના હોય તે શ્રીકલ્પસૂત્રના વાંચનને કે તેમાં આવતી મૂળભૂત વાતોને ગૌણ કરીને તો ન જ સમજાવી શકાય.
or
૫) સદ્ - અસદ્વાંચન વિવેક શ્રીજૈનશાસનના આચાર-વિચારમાર્ગની શ્રદ્ધાથી ભ્રષ્ટ બનાવે તેવાં કોઈપણ જાતનાં પુસ્તકો આદિ સાહિત્યનું વાંચન કરવું નહિ અને શ્રદ્ધા મજબૂત $
I/૧૩