________________
તપાગચ્છીય છે.
તેમણ
સંમેલન વિ.સં.૨૦૭૨
છે
માટે આઘાતજનક છે. આવો અવિવેક છેવટે જૈનો તો ન જ કરે તે માટે દરેક જૈને પોતાના લખાણમાં, વક્તવ્યમાં કે વાતચીતમાં શ્રી પંચપરમેષ્ઠિમાં બિરાજમાન દેવ અને ગુરુતત્ત્વોનું નામગ્રહણ પૂજ્યભાવે ગૌરવપૂર્ણ જ કરવું તેવી આ શ્રમણ સંમેલનની ભારપૂર્વક ભલામણ છે. દા.ત.: તીર્થંકરોના નામ પૂર્વે “શ્રી” અને અંતે ‘સ્વામી’ કે ‘ના’ અને કોઈપણ સમુદાયના ગુરુભગવંતો માટે આચાર્ય હોય તો નામની પાછળ ‘સૂરીશ્વરજી મહારાજ', મુનિવર હોય તો ‘વિજયજી મહારાજ' આદિ અને સાધ્વીજી હોય તો નામની પાછળ “શ્રીજી મહારાજ' વગેરે યથાયોગ્ય વચનો બોલી કે લખીને નામોલ્લેખ કરવો.
૨) અધ્યયન અને અધ્યાપન.
વિરતિધર પાસેથી મેળવેલું જ્ઞાન પરિણત બને છે. માટે વિરતિધર પાસે જ ભણવાનો આગ્રહ દરેક શ્રમણ-શ્રમણીએ રાખવો. અભ્યાસીઓએ ઋણમુક્તિ અને જ્ઞાનપુષ્ટિ માટે અન્યને ભણાવવું જ જોઈએ. શ્રમણ-શ્રમણી પરસ્પર અભ્યાસ કરાવતાં થઈ જાય તો પરસ્પરનો સૌહાર્દભાવ વધવાની સાથે સામાન્ય અભ્યાસ માટે ય શ્રમણ-શ્રમણીઓને શહેરમાં રહેવું ન પડે. વિશેષ અભ્યાસ માટે જ શહેરની અપેક્ષા રહે. વિશેષ નોંધ : આ રીત અપનાવવાથી જેની પાસે ભણવાનું હોય તેમનો વિનય કરી તેમની પ્રસન્નતા વધે તે રીતે ભણી શકાય. કારણ કે વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન સમ્યગ્દર્શનાદિ ગુણપ્રાપ્તિનું કારણ બને છે.
૩) શ્રુતગ્રહણ અધિકાર
ગુર્વાશાથી યોગોદ્વહન કરીને યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના શ્રમણ-શ્રમણીઓને આગમ તથા આગમના અનુવાદ વાંચનનો અધિકાર નથી. શ્રાવક-શ્રાવિકાઓને તો સંપૂર્ણપણે તે વાંચનનો અધિકાર નથી, માત્ર વિધિપૂર્વક યોગ્યતા મુજબ ગુરુમુખે આગમોના શ્રવણનો અધિકાર છે. ચતુર્વિધ શ્રીસંઘે આ મર્યાદાનું પાલન
કરવું.
વિશેષ નોંધ : સાધુભગવંતને યોગ્યતાનુસાર ૪૫ આગમના વાંચન-શ્રવણનો અધિકાર છે. સાધ્વીજી મહારાજને શ્રીઆવશ્યકસૂત્ર, શ્રીદશવૈકાલિકસૂત્ર,
||૧૨||