________________
సన్నాం
· તપાગચ્છીય
શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨
మెదడు
-: સામાન્ય ભૂમિકા
:
શ્રીજૈનશાસન પંચાચારમય છે. આચાર્યભગવંતો જૈનશાસનના રાજાને સ્થાને છે, તેથી ‘પાળે પળાવે પંચાચાર'- સૂત્ર મુજબ આચાર્યભગવંતો સ્વયં પંચાચારનું પાલન કરવાપૂર્વક ચતુર્વિધ શ્રીસંઘને પંચાચારનું પાલન કરાવે છે. શ્રમણ-શ્રમણી ભગવંતોએ પણ પંચાચારની વિરાધના ન થાય તેની કાળજીપૂર્વક પંચાચારનું સ્વયં પાલન કરવાનું હોય છે. એ જ રીતે શ્રાવક-શ્રાવિકાસંઘે પણ પોતપોતાની કક્ષા-ભૂમિકા મુજબ પંચાચારનું પાલન કરવાપૂર્વક ચતુર્વિધ શ્રીસંઘના પંચાચારના પાલનમાં પોતાની શક્તિ-સંયોગાનુસાર સહાયક બનવાનું છે. તેથી શ્રીસંઘમાં પંચાચારનું પાલન સમ્યગ્ રીતે થાય, તેમાં ક્યાંય ત્રુટી ન આવે, આવી હોય તો દૂર થાય, તે વાતને લક્ષ્યમાં લઈને આ તપાગચ્છીય શ્રમણ સંમેલનમાં નાના-મોટા અનેક ઠરાવો કરવામાં આવ્યા છે.
-: જ્ઞાનાચાર :
ભૂમિકા
અનાદિકાળથી આત્મા અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના કારણે સંસારમાં રખડી રહ્યો છે. આ પરિભ્રમણ અટકાવવાની ક્ષમતા સમ્યજ્ઞાનમાં રહેલી છે. આત્માના અનંત ગુણોમાં પ્રથમ ગુણ જો કોઈ હોય તો આ જ્ઞાન છે, એ જ્ઞાન ગુણને પ્રગટાવવા માટે જ જૈનશાસનમાં આઠ પ્રકારનો જ્ઞાનાચાર બતાવવામાં આવ્યો છે. ચતુર્વિધ શ્રીસંઘમાં એ જ્ઞાનાચારનું સમ્યક્ પાલન થાય અને વિરાધનાથી બચી શકાય એ માટેના નિર્ણયો:
૧) પંચ પરમેષ્ઠિનો વિનય
શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતો જિનશાસનમાં પરમ ઉપાસ્ય તત્ત્વો છે. અને વિનય એ ધર્મનું મૂળ છે તેથી તેમના નામગ્રહણાદિ વિનય અને હાર્દિક બહુમાનપૂર્વક જ કરવા જોઈએ. પરદેશના વિદ્વાનો અને તેમના પગલે ચાલતા દેશના જૈન-જૈનેતર સુધારક વિદ્વાનો પોતાના લખાણ અને વક્તવ્યોમાં પંચપરમેષ્ઠિમાં બિરાજમાન દેવ અને ગુરુભગવંતોના નામનો ઉલ્લેખ ગૌરવ કે ઔચિત્ય પણ સાચવ્યા વિના કરતા હોય તેવું જોવા મળે છે, જે પ્રત્યેક જૈન
స్వగనున
||૧૧||