________________
શ્રમણ
તિપાગચ્છીય હું
સંમેલન છે. વિ.સં. ૨૦૭૨
!
શ્રીસિદ્ધગિરિરાજની યાત્રાએ આવતા પ્રત્યેક શ્રાવકો તીર્થ અને તીર્થપતિની ભક્તિ જેમ મન મૂકીને ઉલ્લાસથી કરે છે તેમ આ તીર્થ અને તીર્થપતિની દરેક પ્રકારની ભક્તિનો લાભ પોતાને કાયમ મળતો રહે, તે માટે તેઓએ પોતાની શક્તિ અને ઉલ્લાસ અનુસાર સાધારણ ખાતામાં પોતાનું ઘન અવશ્ય સમર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તેઓ તીર્થભક્તિ સાથે દેવદ્રવ્યની રક્ષાનો પણ લાભ મેળવશે. શક્તિસંપન્નો મોટી યોજનામાં અને બાકીના યથાશક્તિ દાન આપતા રહે તો આ જ આદર્શ મુજબ ચાલતાં બીજાં તીર્થો અને સંઘોમાં પણ સાધારણદ્રવ્યની આવક સાહજિક થતી રહે અને દેવદ્રવ્યની રક્ષા પણ થતી રહે. શ્રીસિદ્ધગિરિરાજ પર થઈ રહેલ અતિક્રમણ-આશાતના આદિ સમસ્યાઓને દૂર કરવા માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને આ સંમેલન ભારપૂર્વક ભલામણ કરે છે. વિશેષનોંધ : શ્રી શત્રુંજયતીર્થે સંઘ સાથે પધારતા સંઘપતિઓ, ચાતુર્માસ-ઉપધાન-નવ્વાણું આદિ આરાધના કરાવતા લાભાર્થીઓ તે-તે અનુષ્ઠાનમાં લાખોકરોડો રૂપિયાનો સદ્વ્યય કરે છે. તેઓ જે શેઠ આણંદજી કલ્યાણજીની શ્રીજિનભક્તિસાધારણ તેમજ સર્વસાધારણની યોજનાનો લાભ લે તો તીર્થનો વહીવટ વિશુદ્ધ રીતે અને સુપેરે થઈ શકે અને તેનો લાભ તેમને કાયમ મળતો રહે.
૧૭) તીર્થ આશાતના
જે જે પ્રાચીન તીર્થો કે ધર્મસ્થાનોનો સરકારી ચોપડે પર્યટન સ્થળ તરીકે સમાવેશ થઈ ચૂક્યો છે, તે દૂર કરાવવો અને જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તે પવિત્ર સ્થળોમાં પર્યટકો દ્વારા થતી આશાતનાનું નિવારણ કરવા પ્રયત્ન કરવો જોઈએ અને તે માટે તે-તે તીર્થની પેઢીઓએ ફોટોગ્રાફી આદિ સદંતર બંધ કરાવવું જોઈએ. અને હવે એક પણ પ્રાચીન તીર્થ કે ધર્મસ્થાન પર્યટનસ્થળમાં ન ફેરવાય તે માટે સકળ શ્રીસંઘે મક્કમપણે પ્રયાસ કરવા જોઈએ.
૧૮) જિનબિંબને ઓપ-લેપ
અનુભવી પૂજ્યો અને/કે સુશ્રાવકોની સલાહ-સંમતિ-માર્ગદર્શનથી જ ઓપ-લેપાદિ કાર્ય કરાવવાં. પ્રતિમા શ્યામલ પડે તો સમુદ્રફીણ, દહીં, અરીઠા
||૧૯ાા