SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દાખવીને શાસનઅપભ્રાજના પણ ન થાય અને આચારમર્યાદા પણ સચવાય તેમ પ્રવર્તવાનો નિર્દેશ કર્યો છે. ને ઠરાવ નં૫૮ની સમજા બિહાર-બંગાળની સરાક જાતિ, બોડેલી વિસ્તારની, પરમાર ક્ષત્રિય જાતિ વગેરે વર્ગો એવા છે જે પૂર્વે જૈન હતા. આજે પણ એ પ્રજામાં જૈનત્વના કેટલાક સંસ્કારો પ્રગટ જોવા મળે છે. આ વર્ગોનું આકર્ષણ જૈનધર્મ તરફ વધે અને સમજણપૂર્વક જૈનધર્માનુયાયી બને એ માટેના પ્રયત્નો અંગે આ ઠરાવમાં નિર્દેશ છે. વર્તમાનની અનેક શાસનપ્રભાવનાઓ કરતાં આવા વર્ગોને જૈનધર્માનુયાયી બનાવવા એ વધુ ચડિયાતી શાસનપ્રભાવ • ઠરાવ નં.પ૯ની સમજ - એક એવી વાસ્તવિક સમજ જૈનોમાં વિસ્તરતી ચાલી છે કે જૈન બાળકોનાં શિક્ષણ માટે લાખો-કોડો રૂ. મિશનરી સ્કૂલોમાં ખર્ચાઈ જાય અને ત્યાં જૈન સંસ્કારોનું ધોવાણ થાય એના કરતા જૈનોની જ શિક્ષણસંસ્થાઓ સ્કૂલ-કોલેજ આદિ બને તે સારો વિકલ્પ છે. આવી સંસ્થાઓની સ્થાપના વધુ સાર્થક ત્યારે બને કે જ્યારે એમાં ધર્મસંસ્કરણનું તત્ત્વ હોય. એથી આ ઠરાવમાં યથાસંભવ ધર્મસંસ્કરણ સહિતના શિક્ષણના નિર્દેશ સાથે શ્રાવકસમિતિને તે માટે આગળ વધવાનું સૂચન કરાયું છે. -ગ ઠરાવ નં.૬૦ ની સમજ - ઈતિહાસ એક એવો વિષય છે કે જેમાં ભાતભાતની અને પરસ્પર વિસંવાદી વાતો ય મળે. પરંતુ એ ઈતિહાસ જો સંશોધન દ્વારા તથ્યભરપૂર બનાવાય તો એ ભાવિના અનેક કાર્યોમાં ઉપયોગી બને. ઉપરાંત સાચા ઈતિહાસથી સહુ માહિતગાર બને. આ દૃષ્ટિબિંદુથી આ ઠરાવમાં ઐતિહાસિક તથ્યો આધારિત જેને ઈતિહાસના વોલ્યુમ અંગે નિર્દેશ કરાયો છે. • ઠરાવ નં ૬૧ની સમજ વર્તમાનમાં જૈન સંઘના તિથિ આદિના નિર્ણય, જૈનેતરો દ્વારા તૈયાર થતાં જન્મભૂમિ' પંચાંગના આશ્રયપૂર્વક, શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય અવિચ્છિન્ન સુવિહિત સામાચારી મુજબના સંસ્કાર સાથે થાય છે. કેટલાકનું માત્ર એવું છે કે જો જૈન શાસ્ત્રોના આધારે જૈન પંચાંગ તૈયાર કરાય તો જૈનેતર પંચાંગનો આધાર લેવો ન પડે. J., વિરાટ તપાગચ્છીય શમણસંમેલન .
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy