SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં.૨૦૪૪ ના શ્રમણસંમેલનની ઠરાવપુસ્તિકામાં છે. તેના આધારે શ્રીસંઘોને સ્પષ્ટ વહીવટ માર્ગદર્શિકા આપતી અલગ નાની પુસ્તિકાનાં પ્રકાશનનો નિર્ણય આ ઠરાવ દ્વારા શ્રમણસંમેલને કર્યો છે. આના અમલસ્વરૂપે અઢારે ય તપાગચ્છીય સમુદાયો દ્વારા એકમતપૂર્વક તેવી પુસ્તિકા હવે પછીના સમયખંડમાં પ્રકાશિત થશે. જેનાથી સમસ્ત શ્રીસંઘને એકસરખું વહીવટી માર્ગદર્શન મળશે. -। ઠરાવ નં.૫૫ ની સમજ 1 પૂજ્યપ્રવર આચાર્યભગવંતોની પ્રવરસમિતિ, એ છેલ્લા દાયકાઓમાં તપાગચ્છીય શ્રીસંઘને મળેલ સામૂહિક નેતૃત્વરૂપ અણમોલ ભેટ છે. પ્રવરસમિતિનાં કારણે જ અઢાર અઢાર સમુદાયોનું એકસંપિતાભર્યું શ્રમણસંમેલન શક્ય બન્યું, તો પ્રવરસમિતિનાં કારણે જ શાસનના પ્રશ્નોમાં સંઘોને શાસ્ત્રોચિત-સમયોચિત માર્ગદર્શન મળ્યું છે. ચોક્કસ માપદંડના આધારે આ પ્રવરસમિતિના આચાર્યભગવંતોની નિયુક્તિ થતી રહે છે. વિ.સં.૨૦૭૨ ના શ્રમણસંમેલને સર્વાનુમતે, સંમેલન પૂર્વેની પ્રવરસમિતિને યથાવત્ રાખવાનો નિર્ણય આ ઠરાવ દ્વારા કર્યો છે. ઉપરાંત અઢારે ય સમુદાયના એકેક પ્રતિનિધિ ધરાવતી સ્થવિરસમિતિનું પણ સરસ સંકલન કર્યું છે. આ બન્ને સમિતિઓ આ સંમેલનના અને શાસનના ભાવિકાર્યોમાં ચાવીરૂપ યોગદાન આપે છે અને આપશે એ નિશ્ચિત હકીકત છે. *! ઠરાવ નં.૫૬ ની સમજ I મૂર્તિભંડારનું આયોજન હો કે જૈન શિલ્પનું સંગ્રહાલય હો, લુપ્ત કલ્યાણકભૂમિનાં સંશોધનાદિની વાત હો કે જૈન વકીલો-સી.એ. વગેરેનાં ફેડરેશન'ની વાત હો : આ કે આવાં આવાં શાસનકાર્યોમાં શ્રાવકોની જરૂરિયાત સ્વાભાવિક જ રહે. આ માટે શ્રમણસંમેલને આ ઠરાવ દ્વારા અઢારે ય સમુદાયો તરફથી સૂચિત થયેલ પાંચ પાંચ શ્રાવકોની કેન્દ્રીય કાર્યવાહક શ્રાવક સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિનાં કારણે દરેક શાસનકાર્યોમાં દરેક સમુદાયનાં પ્રતિનિધિત્વ ઉપરાંત યોગદાન પણ જળવાશે. આ સમિતિ જરૂર મુજબ અન્યાન્ય પેટા સમિતિ રચીને તે તે શાસનકાર્યો પરિણામદાયીરૂપે ઝડપથી પૂર્ણ કરશે. -૧ ઠરાવ નં.૫૭ ની સમજ - સ્થંડિલ-મારું પરઠવવાના પ્રશ્નો લગભગ સર્વત્ર ગંભીર સમસ્યારૂપ બની ગયા છે. વિવેકરહિતપણે પરઠવવા જતાં અજૈનોમાં અને ક્યાંક જૈનોમાં પણ અરુચિ-અપ્રીતિ વધે છે. જે સરવાળે શાસનહીલનારૂપ બને છે. આ ઠરાવમાં સંમેલને સંતુલિત અભિગમ ....વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૪૯
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy