SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ માણસો પાઠવ્યા હતા સાધુવેષમૃત્વDષ રિના સાઘુવિહારયો વાન્સ્વસેવવતૃપાનું ધર્મરતાં% ઘવાર. આની તુલનાએ શ્રમણસંમેલને તો અત્યંત હળવો ઠરાવ કર્યો છે. છતાં જેઓની વૃત્તિ જ વિરોધભાવથી રચાયેલી છે તેઓ અપપ્રચાર કરે તેની ઉપેક્ષા કરવી રહી. | | ઠરાવ નં.૫૧ની સમજ - ‘સ શ#િઃ વઝી યુગે' આ પંક્તિ એમ કહે છે કે આ કલિયુગમાં સંઘમાંસમૂહમાં શક્તિ-સામર્થ્ય છે. જૈન સંઘ પણ પોતાનું સમૂહબળ વિસ્તારી શકે તે માટે વ્યવસ્થિત પદ્ધતિની વસતિગણતરીનાં આંકડા હોવા જરૂરી છે. તેથી ૫૧મા ઠરાવમાં જેનો દ્વારા પ્રામાણિક જૈનવસતિ ગણતરીનો નિર્દેશ છે. ઠરાવ નં.પરની સમજ - પ્રાયઃ દરેક સમાજ પાસે જુદા જુદા ક્ષેત્રોમાં અગ્રિમ હરોળે પહોંચેલ ટેલેન્ટેડ’ વર્ગ છે. જૈન સંઘમાં પણ આ રીતે વકીલો-સી.એ.-રાજકીય વ્યક્તિઓ-ઉદ્યોગપતિઓ આદિ છે. પોતપોતાનાં ક્ષેત્રમાં ઉચ્ચસ્થાને રહેલ તે તે ભાગ્યવાનો જૈનશાસનને પ્રસંગે પ્રસંગે ત્વરિત ઉપયોગી થઈ શકે તે માટે તેઓના અલગ અલગ સંસ્થાકીય સંગઠનો રચવાનો આ ઠરાવમાં ઉલ્લેખ છે. આનાથી કાયદાકીય-રાજકીય આદિ સમસ્યાઓમાં જૈન સંઘને સહાય થશે. • ઠરાવ નં.૫૩ની સમજ. સંપત્તિની વહેંચણી જેવા મુદ્દે પણ આજનો સમજુ વર્ગ કોર્ટે ચડીને સમય-શક્તિસંપત્તિ બરબાદ કરવાનાં સ્થાને પરસ્પરને સંમત વ્યક્તિ દ્વારા એનું સમાધાન મેળવે છે; તો પ્રભુશાસનનાં જ અંગ સમા સંઘો પરસ્પર ક્લેશ-ઘર્ષણ સમયે કોર્ટનો આશ્રય કેમ લઈ શકે ? સંઘોની શક્તિ વેડફાય નહિ તે માટે આ ઠરાવમાં શ્રાવકસમિતિ ઉભયપક્ષમાન્ય ગુરુ ભગવંત કે તેથી પણ ઉપરની સર્વોચ્ચ સત્તારૂપ આચાર્યભગવંતોની પ્રવરસમિતિ દ્વારા પારસ્પરિક પ્રશ્નો ઉકેલવાનો માર્ગ શ્રમણસંમેલને દર્શાવ્યો છે. - ઠરાવ નં.પ૪ ની સમજ - ૧૪૪૪ ગ્રન્થોના સર્જક સૂરિપુરંદર પૂજ્ય પ્રવર આ.ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સંબોધપ્રકરણ ગ્રન્થમાં ‘વેયકવૃં વિવિë વગેરે ચાર ગાથાઓ (ગા. ૧૬૩ થી ૧૬૬) દ્વારા દેવદ્રવ્યના જે ત્રણ પ્રકારો દર્શાવ્યા છે તેનો મૂલ પાઠ તથા જરૂરી વિશ્લેષણ ૪૮) વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy