SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે અન્ય ખાતામાંથી વ્યાજે રકમ લઈને ખર્ચ થતા જાય અને વ્યાજ સહિતની રકમ ભરવી શક્ય ન બને. તેથી તે તે દ્રવ્યોનાં ભક્ષણનો દોષ લાગે. શ્રમણ સંમલેને આ પ્રશ્નને ગંભીરતાથી વિચારીને સાધારણખાતાની આવકના સ્રોત વધે તેવો ઉચિત નિર્ણય કરીને પ્રતિપર્યુષણાપર્વમાં નિયમિત ૧૧ ઉછામણી સાધારણદ્રવ્યવૃદ્ધિ અંગે નિયત કરી આપી છે. ઉપરાંત માસિક સાધારણ ચડાવા આદિ અલગ. ખાસ વિ.સં. ૨૦૭૩ ના આ વર્ષથી જ તેનો અમલ દરેક સંઘમાં શરૂ થાય એ માટે દરેક સંઘમાં આઠ પૈકીના દરેક મંગલ જર્મનસિલ્વર કે ચાંદીના તૈયાર થાય અને આ ૧૧ ઉછામણી માટે પ્રથમ વર્ષે પર્યુષણાના પ્રારંભિક પ્રવચનો દરમ્યાન પૂરતો ભાર અપાય એ ખૂબ જરૂરી છે. આ ઠરાવનો મજબૂત અમલ દરેક જૈન સંઘની સાધારણ સમસ્યા નિવારવામાં સક્ષમ બનશે એ ચોકકસ છે. | ઠરાવ નં.૪૯ ની સમજ - પ્રકાંડ વિદ્વાન પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર અને સમર્થ શાસ્ત્રકાર ન્યા.ચા.પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર જેવા મહાન વિદ્વાન મહર્ષિઓએ સૈકાઓ પૂર્વેના એમના ગ્રન્થોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન મહાવીર પ્રભુની મૂળ પરંપરાનો અવિચ્છિન્ન સંવાહક સ્રોત તપાગચ્છ છે જે પ્રસંગોપાત્ત માત્ર નામાંતર પામેલ ગચ્છ છે. સૌથી વધુ સાધુ-સાધ્વીજી આ ગચ્છમાં આજે વિદ્યમાન છે. એ તપાગચ્છીય ધર્મસ્થાનો અંગે જે નિર્દેશ આ ઠરાવમાં સૂચિત કરાયો છે તે ભાવિ ઈતિહાસ સ્પષ્ટ રહે તે માટે ખૂબ અગત્યનો છે. સાથે જ અન્ય ગચ્છો સાથે સૌહાર્દભાવનો અભિગમ પણ સૂચિત કરાયો છે. ગ ઠરાવન૫૦ ની સમજ - જ્યાં સાધુ-સાધ્વીજીનું વિચરણ નહિવત્ છે એવા દૂર-સુદૂરના ભારતવર્ષીય ક્ષેત્રોમાં અને જ્યાં સાધુ-સાધ્વીજી એમની આચારમર્યાદાનુસાર જઈ શકતા નથી એવા પરદેશનાં ક્ષેત્રોમાં પણ બહુ વિશાલ સંખ્યામાં જેનો વસે છે. તેમના સંસ્કારો ટકે વૃદ્ધિ પામે તેવાં ચિંતનમાંથી આ ઠરાવ પ્રગટ્યો છે કે તેઓ માટે શ્રદ્ધા-જ્ઞાન-આચારસંપન્ન શ્રમણપ્રધાન વિચારધારાનો ધર્મપ્રચારક વર્ગ તૈયાર કરવો. આટલો સરલ-સ્પષ્ટ અને જવાબદારીભર્યો ઠરાવ શ્રમણસંમેલનનો હોવા છતાં જે મૂઠીભર વર્ગ ભદ્રિક જીવોને ઉશ્કેરવા યતા તદ્દા વાતો લખે છે તેઓએ કલ્પસૂત્રસુબોધિકાટીકાના આઠમા પ્રવચનનો સમ્રાટ્સપ્રતિનો અધિકાર વાંચવાની જરૂર છે. ત્યાં સ્પષ્ટ પાઠ છે કે સમ્રાસંપ્રતિએ અનાર્યદેશોમાં જૈન ધર્મના પ્રચાર માટે શ્રમણવેષધારી વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૪૦.
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy