SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરાવન,૪૩ની સમજ - ધર્મ વિવેકપ્રધાન હોવો જોઈએ. આસપાસની પ્રજા પરેશાન થાય અને અપ્રીતિ અનુભવે એવી અવિવેકી ધર્મપ્રવૃત્તિ ન થવી જોઈએ, તો વધુ પડતો બગાડ-અન્યોની નજરે ટીકાપાત્રતા વગેરે જેમાં હોય તેવી અવિવેકી ધર્મપ્રવૃત્તિ ય ન હોવી જોઈએ. આ બન્ને બાબતો લક્ષ્યમાં રાખીને ધ્વનિ પ્રદૂષણ-અન્નપ્રદૂષણ અટકાવવાનો નિર્દેશ આ ઠરાવમાં કરાયો છે. પગ ઠરાવ નં.૪૪ની સમજ - શ્રાવકજીવન માટે જેમ ઉપધાનતપ આવશ્યક આરાધના છે, તેમ શ્રમણજીવનમાં તે તે આગમસૂત્રોના યોગોહન આવશ્યક આરાધના છે. યોગોહન પછી જ તે આગમસૂત્રો ભણવા-ભણાવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે અને ગણિ આદિ ચારેય પદવીનો અધિકાર પણ શ્રી ભગવતીસૂત્ર સુધીના યોગોદ્ધહન પછી પ્રાપ્ત થાય છે. આ . શાસ્ત્રીય પ્રણાલિકાને ખ્યાલમાં રાખીને આ ઠરાવમાં જોગ વિના પદવી ગ્રહણ કરનારની પદવી અમાન્ય કરવાનું જણાવાયું છે. આ ઠરાવથી યોગોહનની શાસ્ત્રીય પ્રણાલિકાને વધુ મજબુતાઈ મળશે. • ઠરાવ નં.૪૫-૪૬-૪૭ની સમજ જૈન ધર્મો ધાર્મિવર્વિના' આ પંક્તિ એમ જણાવે છે કે ધર્મનો આધાર ધર્મીજનો છે. જો ધર્મને અનુસરનાર વર્ગ-ધર્મી જનો જ ન હોય તો મહાન ધર્મની પરંપરા પણ આગળ વધી શકતી નથી. એથી ધર્મના સંવાહકોએ અનુયાયીવર્ગની આંતરિક સારસંભાળની સાથે ઉચિત બાહ્ય કાળજી પણ લેવી જોઈએ. આ દૃષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખીને શ્રમણસંમેલને આ ત્રણ ઠરાવો દ્વારા મધ્યમવર્ગીય સાધર્મિક બંધુઓ માટે ખાસ ખેવના રાખી છે. શ્રાવકોચિત કર્તવ્યની પ્રેરણા આપતા આ ત્રણ ઠરાવોમાં ગામડામાં વસતા સાધર્મિકોથી લઈને શહેરમાં વસતા સાધર્મિકોની જરૂરિયાતોની વાતો લેવાઈ છે, તો એ આત્મનિર્ભર બને-એના નિવાસની વ્યવસ્થાના પ્રશ્નો હલ થાય તેવા નિર્દેશ કરાયા છે. શ્રાવક સંઘ આ માટે સઘન પ્રયાસ કરે તો ઉત્કૃષ્ટ સાધર્મિકસેવા થવા સાથે તે તે જરૂરિયાતમંદ સાધર્મિકોનું જોડાણ પ્રભુશાસન સાથે સુદૃઢ બને એ નિશ્ચિત છે. - ઠરાવ નં.૪૮ની સમજ . સંઘ શહેરોના હોય કે નાના ગામડાઓના લગભગ દરેક સંઘના વહીવટદારોને સાધારણખાતાની સમસ્યા નડતી હોય છે. કારણ કે સાધારણના ખર્ચ અતિ વિશાલ હોય છે અને આવકના સ્રોત મર્યાદિત હોય છે. આનું એક દુષ્પરિણામ ઘણી વાર એવું આવે ૪૬ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન..
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy