SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ - ઠરાવ નં.૩૯ ની સમજ 1 જૈનોએ લઘુમતિસ્ટેટસ સ્વીકારવું જોઈએ કે નહિ તે માટે વિચારક જૈનોમાં બે મત ચાલ્યા આવે છે. કેટલોક વર્ગ સ્વીકારની તરફેણમાં છે અને કેટલોક વર્ગ વિરોધમાં છે. આ ઠરાવ લઘુમતિસ્ટેટસથી જૈનોને ધાર્મિક-શૈક્ષણિક શું લાભ થાય તેનું અન્વેષણ સૂચવે છે. આ અન્વેષણથી એ પણ સમજાઈ જશે કે તે સમાવેશ લાભદાયી છે યા નહિ. -૧ ઠરાવ નં.૪૦ ની સમજ - દરેક ધર્મપરંપરામાં યુવાપેઢીનું એક આગવું મહત્ત્વ છે. કારણ કે ઘણી બધી પ્રવૃત્તિઓ યુવાશક્તિને આભારી છે અને ભાવિ સૂકાન પણ એમના હાથમાં આવવાનું હોય છે. આ દૃષ્ટિબિંદુ નજરમાં રાખીને જૈનોની યુવાપેઢીને ધર્મ તરફ અભિમુખ રાખવા માટે આ ઠરાવમાં સરસ નિર્દેશ છે. છેલ્લા નિર્દેશના અનુસંધાનમાં એમ કહી શકાય કે ધર્મક્ષેત્રીય વિવાદોનો અંત લાવવો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.' એ શક્ય ન બને ત્યારે ઠરાવનો છેલ્લો નિર્દેશ યોગ્ય વિકલ્પ છે. -૫ ઠરાવ નં.૪૧ ની સમજ - સંઘોના અને ધર્મસ્થાનોના વહીવટદાર ટ્રસ્ટીઓનું સ્થાન તે તે સંઘો આદિમાં શ્રાવકોનાં સ્તરે અગ્રિમ કક્ષાનું હોય છે. માત્ર સંપત્તિના જોરે વ્યક્તિ ટ્રસ્ટી બને એવું ન થવું જોઈએ, બલ્કે ટ્રસ્ટી થનાર મહાનુભાવમાં દેવ-ગુરુ પ્રત્યે શ્રદ્ધા-સમર્પણભાવનું પ્રાધાન્ય હોવું આવશ્યક છે. આ ઠરાવ દ્વારા ટ્રસ્ટીઓમાં જરૂરી યોગ્યતાનો પદ્ધતિસર નિર્દેશ કરાયો છે. ઉપરાંત શક્ય હદે ઈલેક્શન’ના બદલે ‘સીલેક્શન’ તથા કાયમી ટ્રસ્ટીપદ ન હોય એને ઈચ્છનીય ગણાયું છે. જેથી સંઘમાં જૂથવાદ-હુકમશાહી વગેરે અનિષ્ટો ટળી શકે. -ધ ઠરાવ નં.૪૨ની સમજ - જૈનોનો કેટલોક પ્રબુદ્ધ-શિક્ષિત વર્ગ એવો છે કે જેને ક્રિયાપ્રધાન અનુષ્ઠાનોમાં રુચિ નથી, પરંતુ ધ્યાન-સાધનામાં અભિરુચિ છે. જૈન સાહિત્યનો જ આધાર લઈને શરૂ થયેલ કેટલાક નવા પંથોમાં આકર્ષાતો વર્ગ આનો પુરાવો છે. આપણે આપણા જ્ઞાનક્રિયાનો સમન્વય ધરાવતા અનુષ્ઠાનોને સુયોગ્ય અગ્રતા આપીએ જ. તેની સાથોસાથ પૂર્વોક્ત વર્ગને મૂળ ધારા સાથે જોડી રાખવાને પણ અગ્રતા આપવી જોઈએ. આ ઠરાવ દ્વારા સંમેલને આ દિશામાં જરૂરી કદમ ઉઠાવ્યા છે. વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૪૫
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy