SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારી તાબામાં હોય તો પણ આખરે તે જૈન સંઘની સંપત્તિ હોવાની રૂએ એ પરત મેળવવાનો પુરુષાર્થ કરવો જ જોઈએ. આ ઠરાવ દ્વારા એ અંગે થયેલી વિચારણાને સાર્થક કરવા શ્રાવકસમિતિ ‘લીગલ સેલ’ રચે અને એના સહારે આગળ વધે તે શ્રેષ્ઠ ઉપાય છે. । ઠરાવ નં.૩૩ ની સમજ પાઠશાળા સમસ્ત જૈન સંઘ માટે કલ્પવેલડી સમાન છે. એ જો સુવ્યવસ્થિત અને વિદ્યાર્થીઓથી ધમધમતી હોય તો એના દ્વારા જૈન સંઘની ભાવી પેઢી જ્ઞાનસંપન્નઆચારસંપન્ન તૈયાર થઈ શકે. આજના શહેરી વર્ગમાં ઈંગ્લીશ મીડિયમનો પ્રભાવસ્કૂલના અભ્યાસનો વધુ પડતો બોજ વગેરે કારણે માતા-પિતાને અને બાળકોને પાઠશાળા પ્રત્યે જે ઉપેક્ષાભાવ રહેલો છે એનાં વાસ્તવિક નિરાકરણરૂપે આ ઠરાવ દ્વારા ત્રણ સરસ ઉપાયો દર્શાવાયા છે. આની સાથે સાથે પ્રત્યેક જૈન પરિવાર પોતાના સંતાનોને ઓછામાં ઓછું પંચપ્રતિક્રમણ યા બે પ્રતિક્રમણ સુધીનો અભ્યાસ કરાવવાનો સંકલ્પ કરે તો પાઠશાળા ચોક્કસ વેગવંતી બનશે. -૧ ઠરાવ નં.૩૪ ની સમજ - છેલ્લા અનેક દાયકાઓનો ઈતિહાસ તપાસીએ તો એક વાત સ્પષ્ટ તરી આવશે કે મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાંથી તૈયાર થયેલ અનેક પંડિતોએ ભારતભરની અનેક પાઠશાળાઓમાં પ્રાધ્યાપકરૂપે રહીને તે પાઠશાળાઓને પ્રાણવાન બનાવી છે. બદલાતા યુગમાં જંગી આવકનો સ્રોત મળતાં પંડિતો તરીકેની કારકીર્દિ સ્વીકારનાર ભાગ્યવાનો અલ્પ થતા જાય છે ત્યારે, તેમની આજીવિકામાં નિશ્ચિંતતા આવે તે રીતે ઉચ્ચતર અભ્યાસી પંડિતો તૈયાર કરવાનો નિર્દેશ આ ઠરાવમાં કરાયો છે. પાઠશાળાઓ ચેતનવંતી રાખવામાં અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસાતૃપ્તિમાં આ ઠરાવનો અમલ મોટું યોગદાન આપશે. -૧ ઠરાવ નં.૩૫ ની સમજ - પૂર્વકાલીન વિહારપદ્ધતિઓ કરતાં વર્તમાનની વિહારપદ્ધતિઓમાં કેટલોક બદલાવ આવ્યો છે. વિહારો ઘણા 'દીર્ઘ અને તેમાં સેવકો-ડોળીવાળા-વ્હીલચેરવાળા આદિની જરૂરિયાત પણ લગભગ રહેતી હોય છે. સામાન્યતઃ આ સુવિધા માટે તે તે સમુદાયના પૂ. ગચ્છાધિપતિએ તે જવાબદારી સ્વીકારવાનું આ ઠરાવે જણાવ્યું છે. આ ઉપરાંત એક ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૪૩
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy