SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ -૧ ઠરાવ નં.૨૯ ની સમજ - જૈન સંઘોમાં નાના-મોટા પ્રસંગોમાં પ્રકાશિત થતી આમન્ત્રણપત્રિકાઓ લગભગ બહુરંગી-અતિ આકર્ષક-ભપકાદાર થતી હોય છે. એનાથી પ્રસંગની ભવ્યતા ભલે દેખાય, પણ જરૂરથી વધુ પડતા ખર્ચના અને આશાતનાના પ્રશ્નો બહુ મોટા સર્જાય છે. વર્ષે ક્રોડો રૂપિયાના ખર્ચ માત્ર પત્રિકાઓ અંગે થતા હોય છે. આમાં દેવ-ગુરુના ફોટા હોય તો એની આશાતના થવાની પૂરી સંભાવના રહે છે. આથી શ્રમણસંમેલને આ ઠરાવ દ્વારા પત્રિકામાં અને પ્રચારલેક્સમાં દેવ-ગુરુના ફોટા મુદ્રિત કરવાનો નિષેધ કર્યો છે. ઉપરાંત પત્રિકાઓ સાદી-અલ્પ મૂલ્યની કરવાનો નિર્દેશ કરીને ગૃહસ્થવર્ગના ફોટા મૂકવા જ પડે તો મર્યાદામય-મર્યાદિત રાખવાનો અનુરોધ કર્યો છે. બિનજરૂરી ખર્ચા અને આશાતનાથી બચવા માટે આ ઠરાવનો અમલ ખૂબ જરૂરી છે. -ધ ઠરાવ નં.30 ની સમજ - પ્રભુશાસનને અખંડ-અવિચ્છિન્ન ટકાવવામાં પૂજનીય શ્રમણ-શ્રમણીભગવંતોનો સિંહફાળો છે. એ શ્રમણપરંપરાના કેટલાક વર્ગમાં કાળબળ વગેરે કારણે ખામી-શિથિલતા પ્રવેશે ત્યારે યતિપરંપરા જેવી ઘટના સર્જાતી હોય છે અને સમયાંતરે તે પરંપરાઓ લુપ્ત પણ થતી હોય છે. લુપ્ત થવા આવેલ એ પરંપરા પુનર્જીવિત ન થાય એ કાળજી રાખવા માટે આ ઠરાવ કરાયો છે. -ધ ઠરાવ નં.૩૧ ની સમજ - જૈન વર્ગને આકર્ષવા માટે બજારુ વાનગીઓ સાથે છૂટથી જૈન શબ્દ જોડાય છે. વસ્તુતઃ આનાથી બેવડા નુકસાન થાય છે. જયણાદિના અભાવે લગભગ એ વાનગી અભક્ષ્ય હોવાથી ભક્ષ્યબુદ્ધિથી એ વાપરનાર દોષના ભાગી બને અને જૈન' શબ્દનું ગૌરવ હણાય. આવું જ જૈન સિદ્ધાંતોથી નિરપેક્ષ સંસ્થા અંગે પણ છે. જેમ કે સેન્ટર ક્લબ જેવી કોઈક સંસ્થાઓ-સંગઠનો સાથે જૈન' શબ્દ જોડાય છે. પણ તેમાં ઘણી વાર જૈન સિદ્ધાંતોથી પ્રતિકૂળ પ્રવૃત્તિઓ થાય છે. તેવી સંસ્થાઓ જૈન’ શબ્દનો ઉપયોગ ન કરે તે માટે આ ઠરાવ દ્વારા ઉચિત પ્રયત્નનો નિર્દેશ કરાયો છે. -૧ ઠરાવ નં.૩૨ ની સમજ -. તે તે જીર્ણ-વપરાશમાં ન હોય તેવા જિનાલયાદિ સ્થાનો પણ એક સમયે તો જૈન સંઘ દ્વારા જ સર્જાયા હોવાથી હકીકતમાં તો જૈન સંઘની જ વિરાસત ગણાય. આથી વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન... ૪૨
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy