SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ • ઠરાવ નં.૨૬ની સમજા જેનોની સંખ્યાવૃદ્ધિનો મુદ્દો જેટલો વિચારણીય છે, એથી પણ વધુ વિચારણીય મુદ્દો એ છે કે જૈનો જૈનધર્મની અભિમુખ રહે આકર્ષિત રહે. અતિ શ્રીમંત વર્ગ-આર્થિક રીતે નિમ્ન વર્ગ અને મધ્યમ વર્ગ આ ત્રણે ય વર્ગના જૈન બંધુઓમાંથી કેટલાંક વર્ગ શા માટે અન્ય ધર્મ તરફ ખેંચાય છે? તેનું પૃથકકરણ આ ઠરાવમાં કરીને તેના ત્રણ ઉપાયો પણ શ્રમણસંમેલને દર્શાવ્યા છે. આ ઉપાયોનો અમલ જેટલી સંગીનતાથી શ્રાવકવર્ગ કરશે એટલું ઉપરોક્ત ત્રણે ય વર્ગના જૈનોનું જૈનત્વ સાથે જોડાણ અકબંધ-મજબૂત રહેશે. ગંભીરતાથી અમલમાં લેવા જેવો આ ઠરાવ છે. આ ઉપરાંત શ્રમણવર્ગ દ્વારા જૈનદર્શનની સૂક્ષ્મતા-જૈનતત્ત્વજ્ઞાનની શ્રેષ્ઠતા વગેરે સમજાવવારૂપે પણ તેવા પ્રકારની યોગ્યતાવાળા જૈન બંધુઓને જૈનધર્માભિમુખ કરી શકાય. • ઠરાવ નં.૭ની સમજ - વરસાદી શુદ્ધ જલ પ્રતિમાજીની સ્વચ્છતા મજબૂતી વગેરેમાં જેટલું ઉપકારક બને છે, તેટલું ઉપકારક અન્ય જલ બની શકતું નથી. એમાં ય વર્તમાન યુનિસીપલ નળના પ્રદૂષિત જલથી કેટલેક અંશે પ્રભુપ્રતિમાને હાનિની પણ સંભાવના છે. આથી જ આ ઠરાવમાં પૂર્વે ઠેર ઠેર જૈન સંઘોમાં જે ટાંકાની વ્યવસ્થા પ્રચલિત હતી તેને હવે પુનઃ અમલી બનાવવાનો નિર્દેશ કરાયો છે. - - ઠરાવ નં.૨૮ની સમજ - મુમુક્ષુ પુણ્યાત્માઓની હાલની વર્ષીદાન પદ્ધતિ લગભગ વરઘોડામાં વસ્તુઓ ઉછાળવારૂપે છે. આ પદ્ધતિ અગંભીરપણે લોકસમક્ષ પ્રગટતા દાનની દ્યોતક છે. જો કે, ચરિત્રગ્રન્થોમાં આ પદ્ધતિનાં દાનનો ઉલ્લેખ મળે છે. તો જિનદીક્ષાવિધિ પંચાશકની એક ગાથામાં “પાર પાડમને તુ” પંક્તિ દ્વારા અગંભીરપણે લોકસમક્ષ પ્રગટતા દાનને લોકવિરુદ્ધ પણ કહેવાયું છે. પણ એ ગાથાની ટીકામાં આ પંક્તિ છે 3 "तथाविधदानविधायकस्य हि लोक उपहासकारी स्यादिति लोकविरुद्धतेति" સંમેલને આ અંગેના સર્વ પાસા વિચારીને સંતુલિત અભિગમ દ્વારા આ ઠરાવ કર્યો છે કે જેમાં વરઘોડામાં ઉછાળીને થતાં દાનના બદલે એક સ્થળે બેસીને હાથોહાથ અપાતા વર્ષીદાનને મહત્ત્વ અપાયું છે. ઉપરાંત વરઘોડામાં પણ પ્રારંભાદિ ત્રણ સ્થાને હાથોહાથ (ઉછાળ્યા વિના) વર્ષીદાન આપી શકાય તેમ જણાવાયું છે. ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૪૧
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy