SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્યતા અને તેમાં કેસરનું મિશ્રણ હોય. પૂજામાં આ બન્ને દ્રવ્યો શાસ્ત્રવિહિત હોવાનું જણાવીને આ ઠરાવ એ ધ્યાન દોરે છે કે પ્રતિમાજીમાં ખાડા ન પડી જાય-એને નુકસાન ન થાય તે રીતે પ્રભુપૂજા કરવી. ઠરાવ નં.૧૨ની સમજા ત્રણેક દાયકા પૂર્વે તત્કાલીન ગીતાર્થ પૂજય આચાર્યદેવોએ, અક્ષયતૃતીયાદિને શ્રી શત્રુંજય મહાતીર્થે થતી અભિષેપ્રવૃત્તિમાં જયણા જળવાય તે માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને માર્ગદર્શન આપીને જલનો ભાગ ખૂબ વિશેષ અને ઈક્ષરસનો ભાગ અત્યલ્ય : આ રીતે અભિષેકવ્યવસ્થા સૂચવી હતી. એ વ્યવસ્થા આજપર્યત અખંડ ચાલે છે. એ જ માર્ગદર્શનને અનુરૂપ આ ઠરાવ દ્વારા શ્રમણસંમેલને ગામોગામના જૈન સંઘોને પ્રેરણા કરી છે કે વિધિ સચવાય એટલા પૂરતા દૂધ-વૃત-ઈશુરસ ભેળવીને જલની મુખ્યતાએ અભિષેકપ્રવૃત્તિ કરવી. જેથી જયણા ધર્મનું સુંદર પાલન થાય. . ઠરાવ નં.૧૩ની સમજ - શ્રી તીર્થકરભગવંતોરૂપી વિરલવિભૂતિ માટે દેવો સમવસરણની રચના કરે છે. પૂ. ગુરુભગવંતોની બેઠક માટે એ સમવસરણનું અનુકરણ ભક્તિરૂપે પણ કરવું યોગ્ય નથી. આવી પ્રવૃત્તિથી તીર્થકરપ્રભુની ગરિમાને હાનિ પહોંચતી હોવાથી આ ઠરાવ દ્વારા તેનો નિષેધ કરાયો છે. આ ઠરાવ એક સંકેત એ પણ કરે છે કે ત્યાગપ્રધાન જૈન ગુરુભગવંતો બાદશાહી દેખાવ ધરાવતી રચનાઓ પર વિરાજે તે એમના ત્યાગમય જીવનને અનુરૂપ ન હોવાનું લાગે છે. માટે એ પણ વર્જ્ય ગણવું. આ ઉપરાંત ગુરુપૂર્ણિમા જેવા લૌકિક પર્વ પ્રસંગે ક્યાંક ગુરુપર્વોત્સવ શરૂ થયા છે. આ જૈનશાસનમાન્ય પ્રવૃત્તિ જરા પણ નથી. માટે શ્રમણસંમેલને આ ઠરાવમાં એનો પણ નિષેધ કર્યો છે. | ઠરાવ નં.૧૪ની સમજ - જૈન ઐતિહાસિક કડીઓ મજબૂત રૂપ પામે અને ભાવિક વર્ગને તે તે તીર્થોની ભક્તિનો લાભ મળે તે માટે લુપ્ત કલ્યાણક ભૂમિઓનું તીર્થોનું સંશોધનકાર્ય કરાવવાનો નિર્દેશ આ ઠરાવના પ્રારંભે કરીને શ્રમણસંમેલને ખૂબ જ મહત્ત્વનું દિશાસૂચન કર્યું છે. આ ઉપરાંત પ્રત્યક્ષ ઉપલબ્ધ કલ્યાણકભૂમિ આદિના જીર્ણોદ્ધાર અંગે દર્શાવેલ સાવચેતી પણ એકદમ અગત્યની છે. અનિવાર્યતા વિનાનો જીર્ણોદ્ધાર અને તેમાં દાખવાયેલી ગંભીર બેદરકારીનું જે દુષ્પરિણામ તાજેતરમાં ક્ષત્રિયકુંડતીર્થમાં તેમજ સમેતશિખરજીજલમંદિરમાં આવ્યું એ સૌની નજર સમક્ષ જ છે. એથી આ ઠરાવનો સુવ્યવસ્થિત અમલ જરૂરી છે. ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન 130
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy