SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગ ઠરાવ નં.૭ની સમજ - પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવંતો ઉચ્ચતમ ગુણવત્તાના ધારક છે અને આપણા પર ઉચ્ચ આધ્યાત્મિક ઉપકાર કરનાર છે. એ તારક ભગવંતોની પૂજા-ભક્તિ પણ યથા યોગ્ય ઉચ્ચ દ્રવ્યોથી કરાવી જોઈએ. કયાંક દેખાદેખીથી કે માત્ર શોભાની દ્રષ્ટિથી, ન્યૂન ગુણવત્તાવાળા પદાર્થો ભક્તિમાં ન પ્રયોજાય તે માટે આ ઠરાવ લાલબત્તી ધરે છે. ઉપરાંત વિતરાગ પરમાત્માનો દેખાવ એમની લોકોત્તર કક્ષાની અનુભૂતિ કરાવે, તે રીતે અંગરચનાભક્તિ કરવાનું ધ્યાન દોરાયું છે. એમાં અવરોધ કરતી હાલમાં ક્યાંક કયાંક થતી તૈયાર વસ્ત્રોની આંગીનો એથી જ નિષેધ કરાયો છે. ઠરાવ નં.૮ની સમજ - પ્રભુપ્રતિમાની શુદ્ધિ- સ્વચ્છતા માટે વાળાકૂંચી પરંપરાગત સાધન ચોક્કસ છે. પરંતુ એનો ઉપયોગ બેદરકારીપૂર્વક બિલકુલ ન કરાય એ ખ્યાલ આ ઠરાવ આપે છે. • ઠરાવ નં.૯ની સમજા પરમાત્માની પ્રતિમા ઈતર દેવ-દેવીઓની જેમ પશુ-પંખી આદિ પર વિરાજિત કરવાનું જૈન શાસ્ત્રોમાં નિષિદ્ધ છે. ક્યાંક ક્યાંક નવીનતાની કે આકર્ષણાદિની દ્રષ્ટિએ પશુપંખી અને ગ્રહો વગેરે પર પરમાત્માની પ્રતિમા વિરાજિત કરાતી જોઈને શ્રમણસંમેલને આ ઠરાવ દ્વારા એ ગલત પ્રવૃત્તિનો નિષેધ કર્યો છે. ઠરાવ નં.૧૦ની સમજ .. સામાન્યતઃ જિનાલયો બે પ્રકારના હોય છે ઃ ગૃહજિનાલય અને શિખરબદ્ધ જિનાલય. જે ગૃહજિનાલયો છે તેને શિલ્પશાસ્ત્ર સંબંધી નિયમ નથી હોતા. જે શિખરબદ્ધ પ્રકારના જિનાલયો છે તેને શિલ્પશાસ્ત્રના સર્વ નિયમો લાગુ પડે છે. વર્તમાનમાં ક્યાંક ક્યાંક એવા જિનાલયો રચાય છે કે જેનું સ્વરૂપ ગૃહજિનાલયનું નહિ, બલ્ક મોટાશિખરબદ્ધ જેવા જિનાલયનું હોય અને છતાં કળશ-શંખ-જહાજ વગેરે નવા નવા આકારો કરવા જતાં શિલ્પશાસ્ત્રના નિયમો જળવાતા ન હોય. આ પદ્ધતિનાં જિનાલયનિર્માણોનો નિષેધ આ ઠરાવ દ્વારા કરાયો છે. ગ ઠરાવ નં.૧૧ની સમજ પુશ્રુત્મિશ્રપતીના' પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરના આ શબ્દોથી એવું પ્રતીત થાય છે કે સામાન્યતઃ ગૃહસ્થો દ્વારા થતી પ્રભુપૂજામાં ચંદનની ૩૬, વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન..
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy