SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરાવ નં.૪ની સમજ ા. જ્યાં પૂજા કરનાર વિપુલ પ્રમાણમાં હોય છે ત્યાં દીર્ઘકાળે મુખ્યત્વે ધાતુપ્રતિમા અંગે આ પ્રશ્ન વારંવાર આવે છે કે પ્રભુજીનું નાક-પ્રભુજીનાં કાન ઈત્યાદિ ઘસાઈ ગયા છે તો વિસર્જન કરી દઈએ ? વસ્તુતઃ વિસર્જનવિધિ હાલતા-ચાલતા કરવા જેવી પ્રક્રિયા નથી. પૂર્વના જાણકાર વિધિકારક શ્રાદ્ધવર્યો પ્રતિમાવિસર્જન માટે લગભગ તૈયાર થતા ન હતા. એનાં ઘણા વજૂદભર્યા કારણો પણ છે. આ ઠરાવ આ વિષયમાં ઘણું સરસ માર્ગદર્શન આપે છે. ઉપરાંત નવખંડા પાર્શ્વનાથ જેવાં ઉદાહરણોને લક્ષ્યમાં રાખીને ઐતિહાસિક મૂર્તિ માટે, અંગ ખંડિત થઈ ગયા હોય તો ય અપવાદનું વિધાન કરે છે. તાજેતરમાં થોડાં વર્ષ પૂર્વે નાડલાઈ તીર્થમાં બનેલ ઘટના સમયે પણ ગીતાર્થ પૂજ્યોએ આવું જ માર્ગદર્શન આપ્યું હતું. • ઠરાવ નં.પની સમજ | - જિનાલયોનાં-તીર્થોનાં નિર્માણ એ શ્રાવકોનું કાર્ય છે, શ્રમણોનું નહિ. શ્રમણોએ તો પોતાના ઉપદેશકર્તવ્યના એક ભાગરૂપે પ્રસંગનુસાર જિનાલય નિર્માણાદિનો મહિમા,લાભ આદિની પ્રરૂપણા કરવાની હોય. આ જિનાલયાદિ હાઈવે જેવા સ્થાનો પર સર્જાય ત્યારે જેમ રજાઓમાં યાત્રિકોને ભક્તિનો લાભ-ઉપધાનાદિ અનુષ્ઠાનોનો લાભ વગેરે થાય છે તેમ એ જિનાલયોની-તીર્થોની ભાવિ સુરક્ષાના યક્ષપ્રશ્નો, આસપાસની ઈતર પ્રજાના અતિક્રમણો, અસામાજિક તત્ત્વો દ્વારા દુરુપયોગ જેવા અનિષ્ટોની પણ પૂર્ણ સંભાવના છે. આથી પરિપક્વ વિચારણાના અંતે હવેથી આવા સ્થાનોમાં તીર્થનિર્માણ કરવા-કરાવવા પર શ્રમણસંમેલને બહુ સમુચિતપણે આ ઠરાવ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. | | ઠરાવ નં.૬ની સમજ . હજુ થોડાં દશક પૂર્વે પણ એ સુખદ પરિસ્થિતિ હતી કે, સંયમયાત્રાની મુખ્યતાએ વિહારયાત્રા કરતાં શ્રમણ-શ્રમણીભગવંતોના વિહારોનાં કારણે અનાયાસે જ નાના-મોટાં ગામ-નગરોની જૈન-અજૈન પ્રજાને યથાશક્ય ધર્મ-લાભ થતો હતો. છેલ્લા થોડાં વર્ષોમાં આ પરિસ્થિતિમાં મહદંશે પરિવર્તન આવ્યું છે અને વિહારો ઘણા ભાગે હાઈવે જેવા ધોરીમાર્ગે વધતા ગયા છે. આનાં એક ચિંતાજનક પરિણામરૂપે અકસ્માતનાં પ્રમાણ વધ્યા છે. આ બન્ને બાબતો લક્ષ્યમાં રાખીને શ્રમણસંમેલને આ ઠરાવના પૂર્વાર્ધમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી વિહાર અંગે અનુરોધ કર્યો છે. છતાં પણ કેટલીક વિષમતાઓવશ હાઈવે જેવા સ્થાનોનો વિહાર પ્રસંગોપાત્ત જારી રહેતો હોવાથી ત્યાં વિહારધામ જરૂરી બને તો પણ તેની ચોકકસ મર્યાદાઓ આ ઠરાવના ઉત્તરાર્ધમાં દર્શાવાઈ છે. ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન lau
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy