SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગ ઠરાવ નં.૧ની સમજ કેટલાય પ્રાચીન સ્થાનોમાં પ્રભુપ્રતિમાજીની સંખ્યા વિપુલ અને પૂજા કરનાર જૈનોની સંખ્યા નહિવત્ હોવાનાં કારણે જે આશાતના થાય છે-અવ્યવસ્થાદિ સર્જાય છે તેને દૂર કરવાનું કાયમી સરસ માર્ગદર્શન આ ઠરાવમાંથી મળી રહે છે. ઉપરાંત શહેર વગેરે સ્થાનોના વિપુલ વસતિ ધરાવતા જૈન સંઘોને પ્રાચીન પ્રભુપ્રતિમાજીની ભક્તિઉપાસનાનો લાભ મળી રહેશે. તે તે પ્રાચીન સ્થાનોના જિનાલયો પર જૈન સંઘની માલિકી જળવાઈ રહે અને એ નહિવત્ વસતિવાળાં સ્થાનોને, વ્યવસ્થા માટે સાધારણ દ્રવ્યનો લાભ મોટા સંઘો તરફથી થાય તેની પણ તકેદારી શ્રમણસંમેલને આ ઠરાવ દ્વારા વ્યક્ત કરી છે. ઠરાવ નં૨ની સમજા નાના ગામડાઓનાં પ્રાચીન તીર્થો આદિમાં અને અમદાવાદ-સુરત વગેરે શહેરોના જૂના મહોલ્લા-પોળોમાં ઘણા એવા જિનાલયો છે કે જયાં પાષાણના-ધાતુના પ્રભુજીઓ ખૂબ વિશાલ સંખ્યામાં હોય, વસતિના અભાવે ત્યાં પ્રભુપૂજાદિ કૃત્યો જોઈએ તેવી રીતે ન થતા હોય અને તત્કાલ મોટા સંઘોમાંથી તેવા પ્રભુજીઓની માંગણી ન હોય. એ સ્થિતિમાં, આ મૂર્તિભંડારની પરિકલ્પના ખૂબ ઉપકારી-ઉપયોગી બની શકશે. અમૂક અમૂક નિશ્ચિત સ્થાનોને મૂર્તિભંડારરૂપે સુસજજ કરવાથી ત્યાં બધી જ વ્યવસ્થા સુચારુરૂપે થશે અને તે તે સ્થાનોના ઘણા ઘણા જિનાલયોના વ્યવસ્થાપકોને વ્યવસ્થાઓના પડકારથી મુક્તિ મળશે. એક વાત આમાંથી એ પણ સૂચિત થાય છે કે સેંકડોની સંખ્યામાં નવા પ્રભુજીઓ ભરાવીને તેનો મૂર્તિભંડાર કરવા કરતાં પ્રાચીન પ્રભુજીઓ પૂર્વોક્ત જેવા સ્થાનેથી મેળવી તેનો મૂર્તિભંડાર રચવો વધુ યોગ્ય અને હિતાવહ છે. ઠરાવ નં.૩ની સમજ - કેટલી ય ઘટનાઓ આજે પણ એવી જોવા મળે છે કે જેમાં ખોદકામ દરમ્યાન ભૂમિમાંથી પ્રભુપ્રતિમાઓ નીકળે. પ્રતિમા અખંડ મળે ત્યારે જેનોનો ઉમંગ યોગ્યપણે જ આસમાને આંબી જાય. પરંતુ ખોદકામ આદિ કારણે પ્રતિમા ખંડિત થયેલ મળે તો જૈનો તે માટે નીરસ બની જતા હોય છે. વસ્તુતઃ આવી ખંડિત પ્રતિમાઓ અને જીર્ણ-શીર્ણ મંદિરશિલ્પો પણ ઐતિહાસિક તથ્યો નિશ્ચિત કરવામાં મહત્ત્વની કડી પુરવાર થતા હોય છે. માટે એના પ્રત્યે ઉદાસીનતા દાખવ્યા વિના એની જાળવણી કરવાનો દૂરંદેશીભર્યો નિર્દેશ આ ઠરાવ કરે છે. ૩૪) વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy