SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - ઠરાવ નં.૬૩ . સમસ્ત જૈન સંઘોમાં જીવદયા-અબોલ પ્રાણીઓની સેવા માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ પર એક કેન્દ્રીય સમિતિની દેખરેખ રહે અને વિભાગવાર જરૂરીયાતો પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવી. • ઘર્મ સંસદમાં નિર્ણિત નિર્ણયો - | વિક્રમ સંવત ૨૦૭૨ (ઈ.સ.૨૦૧૬) દરમ્યાન પાલીતાણા મુકામે તપાગચ્છીય મુનિ સંમેલન (ધર્મ સંસદ)માં નિર્ણિત થયેલ છે કે - (૧) જૈન ધર્મની દીક્ષા એ એક ધાર્મિક કૃત્ય છે. કોણે દીક્ષા લેવી? અને કોને દીક્ષા આપવી? એ સંઘના ધાર્મિક અધિકારમાં સમાતિ બાબત છે. જે બાબતમાં કોઈ પણ અન્ય વ્યક્તિ, સંસ્થા કે સરકારને દખલગીરી કરવાનો અધિકાર નથી. ક્યારેક કહેવાતી બાળદીક્ષાના મુદ્દે અનધિકૃત વ્યકિતઓ દ્વારા વિરોધ, મિડીયામાં અપપ્રચાર વગેરે કરવામાં આવે છે. એને આ તપાગચ્છીય શ્રમણ સંમેલન વખોડે છે અને જાહેર કરે છે કે આવી અનધિકૃત ચેષ્ટા કોઈએ કરવી નહિં. . (૨) દરેક ધર્મની જેમ જૈન ધર્મના પણ દરેક ક્ષેત્રો વગેરેનું સંચાલન કરવાનો ધાર્મિક અને બંધારણીય અધિકાર શ્રમણ પ્રધાન જૈન સંઘનો છે અને એ અધિકારને નિયંત્રિત કરવાનો કે બાધિત કરવાનો કોઈને અધિકાર નથી અને એ અંગે કાયદાઓ કરવા, ચેરીટી કમિશ્નર વગેરે અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની દખલગીરી વગેરે કરવાનો પણ અધિકાર નથી. ઘાર્મિક ટ્રસ્ટો અને એમની ગતિવિધિઓ ચેરીટી કમિશ્નરના અધિકાર ક્ષેત્ર બહાર- કાયમી ધોરણે રહેવી જોઈએ. જૈન સંઘના દરેક ક્ષેત્રોનો વહીવટ એમના અધિકારી, વહીવટદારો દ્વારા શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે થતો હોય છે અને એ વ્યવસ્થામાં કોઈપણ બાધક દરમ્યાનગિરિ ન કરે તેની તાકીદ કરીએ છીએ. (૩) અમારા શાસ્ત્રગ્રંથો એ અમારા શાસનની સંપત્તિ છે અને એ સંપત્તિ સાથે કોઈ પણ છેડછાડ કરવાનો, જાળવણીના નામે એનો કબજો લેવાનો અથવા તો અનધિકૃત રૂપે અન્ય ભાષાઓમાં તેનું ભાષાંતર કરવાનો કોઈને પણ અધિકાર નથી. શ્રીસંઘ એના શ્રુતની જાળવણી માટે સર્વથા સક્ષમ છે અને એની જાળવણીની એ પદ્ધતિ નિરાબાધ રૂપે શ્રીસંઘના અખત્યાર હેઠળ કાયમ રહેવી જોઈએ. ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ર૯
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy