SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) આ તપાગચ્છીય શ્રમણ સંમેલન અત્યંત ખેદપૂર્વક નોંધ લે છે કે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના દબાણ હેઠળ ભારત રાષ્ટ્રની કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક એવા કાયદાઓ બને છે. જેનાથી અમારા જૈનશાસનની ઉપર નિયંત્રણ આવી શકે છે. આથી અમે સ્પષ્ટપણે જાહેર કરીએ છીએ કે, જૈન શાસન, જૈન ધર્મ, જૈન શાસનની સંપત્તિ, તેનો વહીવટ, અનુષ્ઠાનો ઈત્યાદિ જૈન શાસ્ત્રાજ્ઞા દ્વારા જ નિયંત્રિત હોય છે. તે સિવાય નહીં. શાસ્ત્રાજ્ઞા નિરપેક્ષ અન્ય કોઈપણ નિયંત્રણનો અમે જાહેર રીતે અસ્વીકાર કરીએ છીએ અને તાકિદ પણ કરીએ છીએ કે, શાસનબાહ્ય કોઈપણ વ્યક્તિ, સરકાર કે સત્તા દ્વારા આવા પ્રયત્નો કરવામાં ન આવે. આ તપાગચ્છીય શ્રમણ સંમેલનમાં શ્વેતામ્બર પરંપરાના સર્વે ગચ્છો, ગચ્છાધિપતિઓ, ૭૫ જેટલા આચાર્ય ભગવંતો, અનેક પંન્યાસજી મહારાજો, સેંકડોમુનિરાજો અને હજારો સાધ્વીજી મહારાજો સંમિલિત થયા અને તેથી પૂર્વોક્ત ઠરાવો સમસ્ત શ્રીસંઘના પ્રધાનરૂપ એવા શ્રમણો અને શ્રમણીઓની સત્તા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. બાલદીક્ષા, કેશલુંચન-ગોચરી ક્રિયા વગેરે જૈન શાસ્ત્રોક્ત અને સુવિહિત પરંપરાથી ચાલી આવતી ધર્મક્યિા છે, તેને અટકાવવાનો કોઈ પણ ઉપક્રમ એ ધાર્મિક સ્વાતંત્ર્યના ભંગ સમાન છે. કોઈ પણ વિરોધ, કાયદાકીય અડચણ અમારા ધર્માચારને અવરોધે નહીં. તેવો અનુરોધ સમગ્ર તપાગચ્છ મુનિ સંમેલન સર્વાનુમતે કરે છે. (૦૫ આચાર્ય ભગવંતો સહિત હજારો શ્રમણ-શ્રમણીવૃંદ) વિ.સં.૨૦૦૨ - પાલિતાણા DDDD 555 0000 co ૩૦ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy