SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ -૧ ઠરાવ નં.૪૮ - લગભગ દરેક સંઘોમાં સાધારણખાતાની સ્થિતિ એવી હોય છે કે ત્યાં ખર્ચ મોટા હોય અને તેનાં પ્રમાણમાં આવક અલ્પ હોય. આનાં કારણે સંઘોમાં ઘણી સમસ્યા સર્જાય છે. આના એક નક્કર ઊકેલરૂપે આ શ્રમણસંમેલન સર્વ ગુરુભગવંતો તથા સમસ્ત જૈન સંઘોને માર્ગદર્શન આપે છે કે આ વર્ષના પર્યુષણાપર્વથી જ પ્રતિવર્ષ કલ્પધરના દિવસે (અથવા સમયાભાવ હોય તો પ્રારંભિક ત્રણ દિવસમાં) (૧) સાધારણ ખાતાથી બનાવેલ અષ્ટ મંગલની અલગ અલગ ઉછામણી બોલી સકલસંઘના મંગલ માટે તેના દર્શન કરાવવા (૨) શ્રી કલ્પસૂત્ર જે રાજા માટે પ્રથમ વાર જાહેરમાં સર્વત્ર વંચાવાયું હતું તે ધ્રુવસેનરાજા બનવાની ઉછામણી બોલાવવી (૩) સંઘશ્રેષ્ઠી બનવાની ઉછામણી પણ બોલાવવી (૪) સંવત્સરી મહાપર્વદિને બારસાસૂત્ર પૂર્ણ થવા આવે ત્યારે સકલ સંઘને સર્વપ્રથમ જાહેર ક્ષમાપના કરવાની ઉછામણી બોલાવવી. આ તમામ ૧૧ ઉછામણીની ૨કમ સંપૂર્ણપણે સર્વસાધારણખાતે લેવી. આ ઉપરાંત બારેય માસના માસિક સર્વસાધારણ ચડાવા, બારમાસી કે કાયમી સાધારણ ફંડ જેવા ઉપાયો પણ અમલી કરવા. -૫ ઠરાવ નં.૪૯ । જે પ્રાચીન-અર્વાચીન તીર્થો, સંઘો, જિનાલયો અને ધર્મસ્થાનો સ્પષ્ટપણે તપાગચ્છના હોય તે તીર્થાદિના નામમાં ‘તપાગચ્છ’ શબ્દ જરૂરી છે.તે ખાસ લખાવવા માટે દરેક તપાગચ્છીય ગુરુભગવંતો-વહીવટદારો આદિએ ધ્યાન રાખવું. જેમ કે ‘શ્રી જૈન શ્વે.મૂ. તપાગચ્છીય તીર્થ'. તપાગચ્છના તેવાં સ્થાનોમાં તપાગચ્છીય સાધુ-સાધ્વીજીએ વિશેષ વિચરણ કરવું. આ ઉપરાંત અન્ય સર્વ ગચ્છો સાથે સૌહાર્દના-આત્મીયતાના સંબંધ રાખીને શાસનસમર્પિત ભાવના સાથે જોડાવું. -ધ ઠરાવ નં.૫૦ I ભારતમાં દૂર-સુદૂરનાં જે સ્થાનોમાં સાધુ-સાધ્વીજીનું વિચરણ નથી અને જૈન વસતિ-જિનાલયાદિ છે, તે સ્થાનોના જૈનો સંર્પકના અભાવે અન્ય મતો-ધર્મો તરફ વળી રહ્યા છે. આ જ રીતે પરદેશમાં સ્થાયી થયેલ આપણી જ પરંપરાના પરિવારો પણ ઉપરોક્ત કારણસર અન્યત્ર વળી રહ્યા છે. આ માટે શ્રદ્ધાસંપન્ન-જ્ઞાનસંપન્નઆચારસંપન્ન-શ્રમણપ્રધાન વિચારધારાવાળો ધર્મપ્રચારક વર્ગ તૈયાર કરીને તેમના દ્વારા ધર્મપ્રચાર કરાવવો. આ માટે જે કોઈ ગુરુ ભગવંત અગ્રસેર થઈ પ્રવૃત્તિ કરે તેમને સૌએ પ્રોત્સાહન તથા સહયોગ આપવો. ....વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૨૫
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy