________________
| ઠરાવ નં.૫૧ | સરકારી વસતિગણતરીમાં ભારતભરના જૈનોની જે સંખ્યા દર્શાવાય છે તે બરાબર જણાતી નથી. જૈનોની સાચી જનસંખ્યા મેળવવા માટે જૈનો દ્વારા જૈન વસતિગણતરી થાય તેવી વ્યવસ્થા કરવી. આ માટે અલગ અલગ વિસ્તારોમાં તે તે સંઘો દ્વારા વસતિગણતરી થાય, તે કેન્દ્રીયસમિતિ પાસે આવે અને તેના આધારે પૂર્ણ માહિતી ઉપલબ્ધ થાય તેવું વ્યવસ્થાતંત્ર રચવું. આ માટે શ્રાવકસમિતિની રચના કરવી. આ રીતે જૈનોનો ડેટાબેઝ તૈયાર કરવો.
• ઠરાવ નં.પર I જે જે જૈનો વકીલો-સી.એ.-રાજકારણી-ઉદ્યોગપતિ આદિ છે તેમનાં અલગ અલગ ફેડરેશન રચાય અને જૈનશાસનની સમસ્યાના સમયે તેઓ ત્વરિત ઉપયોગી બને તે દિશામાં કાર્ય કરવા એક શ્રાવકસમિતિની નિયુક્તિ કરવી..
ઠરાવ નં.૫૩ - જ્યારે જ્યારે જૈન સંઘોમાં પરસ્પર કલેશ કે ઘર્ષણની સ્થિતિ સર્જાય ત્યારે કોર્ટમાં જઈને સમય અને સંપત્તિનો વ્યય ન કરવો. તેના વિકલ્પરૂપે પ્રવરસમિતિ/ઉભયપક્ષ માન્ય ગુરુભગવંત અથવા અઢાર સમુદાયના એકેક શ્રાવકની સમિતિ સમક્ષ તે તે સંઘોએ પોતાના પ્રશ્નો રજૂ કરવા. તેઓ સ્થાનીય મહાસંઘના અગ્રણીઓને સાથે રાખીને ઉપરોક્ત તથા તેના જેવી સમસ્યાઓનું નિરાકરણ કરશે.
ઠરાવ નં.૫૪ . દેવદ્રવ્યના પૂજા-નિર્માલ્ય-કલ્પિત નામે જે ત્રણ શાસ્ત્રસિદ્ધ પ્રકારનો નિર્દેશ વિ.સં. ૨૦૪૪ના શ્રમણ સંમેલનમાં કરાયો હતો તેને લક્ષ્યમાં રાખીને સંઘોને સ્પષ્ટ વહીવટી માર્ગદર્શિકા આપતી પુસ્તિકા શ્રમણસંમેલન તરફથી પ્રકાશિત કરાવવી અને દરેક સંઘોમાં તેનો અમલ થાય તે માટે પૂજ્યોએ પ્રેરણા-માર્ગદર્શન આપવું. કોઈએ અલગ પુસ્તિકા પ્રસારિત ન કરવી.
• ઠરાવ નં.પપ . શ્રી જૈન સંઘની સર્વોચ્ચ માર્ગદર્શક સત્તારૂપે પ્રવર્તમાન પાંચ પૂ.આચાર્યદેવોની પ્રવરસમિતિ હાલમાં જે કાર્યરત છે તે જ આગળ ઉપર પણ રહેશે. આ ઉપરાંત ૧૮ સમુદાયોના ૧-૧ પ્રતિનિધિરૂપે સ્થવિરસમિતિ કાર્યરત રહેશે.
ર૬ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...