SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તે માટે, શ્રમણ સંઘના આ વિષયના જ્ઞાતા ગુરુભગવંતો દ્વારા આવશ્યકાદિ ગૌણ ન થાય તે રીતે ધ્યાનશિબિરો યોજાવી જોઈએ. ધ્યાનવિષયમાં રસ ધરાવતા મુનિવરોએ આ વિષયમાં વધુ ઊંડાણ-સજ્જતા કેળવવી. આપણા પ્રાચીન-અર્વાચીન ગ્રન્થોનો અભ્યાસ કરી ધ્યાનનો વ્યવસ્થિત અભ્યાસક્રમ બનાવવો. આ માટે પૂ.આ.શ્રી વિ. ૐકારસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ.આ.શ્રી વિ. યશોવિજયસૂરીશ્વરજી મ.ની મુખ્યતાએ ગુરુભગવંતોની એક સમિતિ રચવી. | ઠરાવ નં.૪૩ - ધાર્મિક પ્રસંગો-અનુષ્ઠાનોમાં મર્યાદા અને વિવેક જળવાય તેનું ખાસ લક્ષ્ય રાખવું. વિશેષરૂપે ધ્વનિ પ્રદૂષણ અન્નપ્રદૂષણાદિ અટકાવવા કેટલાક નિયમન કરી શકાય. જેમ કે સંઘસાધર્મિકવાત્સલ્ય વગેરેમાં વાનગી મર્યાદિત સંખ્યામાં બનાવવી વગેરે. ગ ઠરાવ નં.૪૪ - શ્રી ભગવતીસૂત્ર સુધીના યોગોદહન કરનાર મુનિરાજને જ ગણિ-પંચાસઉપાધ્યાય-આચાર્યપદ આપવાની શાસ્ત્રીય પ્રણાલિકાનું સૌએ ચુસ્ત પાલન કરવું. જેઓ જોગ વિના પદવી ગ્રહણ કરશે તેની પદવી અમાન્ય ગણાશે. • ઠરાવ નં.૪૫ - આપણા જે સાધર્મિક બંધુઓ સીદાતા હોય તેમને જરૂરી ચીજ-વસ્તુ આપવાથી પણ વિશેષ શ્રાવકો દ્વારા લઘુ ગૃહઉદ્યોગ આદિ દ્વારા આત્મનિર્ભર કરવા, તેમના માટે રાહતદરે સાધર્મિક સંકુલ કરવા વગેરે અંગે શક્તિસંપન્ન પુણ્યાત્માઓને ખાસ પ્રેરણા કરવી. • રાવ નં.૪૬ - - હાલમાં અમુક શહેરોમાં સાધર્મિક માટે “ફાઉન્ડેશન'ની સુવિધાઓ છે. પરંતુ ગામડાના જૈન બંધુઓ માટે ખાસ વ્યવસ્થાતત્ર નથી. ગુરુ-ભગવંતો એમનાથી પ્રભાવિત વિસ્તારોમાં વિભાગવાર કાર્ય કરાવીને ગામડાના જૈન બંધુઓ માટે પ્રયાસશીલ બને. - ઠરાવ નં.૪૭ | વિવિધ શહેરોમાં સાધર્મિકભક્તિની પ્રવૃત્તિ કરતી અનેક સંસ્થાઓ છે. આ સર્વ સંસ્થાઓને પરસ્પર સંલગ્ન રાખતી કેન્દ્રીય વ્યવસ્થા કરવી. તે તે શહેરોના જૈનોનો ડેટાબેઝ તૈયાર કરાવવો, શ્રાવકો-શ્રાવકો સાથે મળીને પ્રવૃતિ કરી શકે તે માટે યથાયોગ્ય ઉપાયો થાય તે માટે શ્રાવકસમિતિ યોગ્ય ઉપાયો કરે. |૨૪ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy