SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. (ગિરિવિહાર)ની પ્રેરણાથી આ વિશ્રામણાસ્થાનો સર્જાશે. તેમાં શ્રમણજીવનોપયોગી સુવિધાઓ ઉપરાંત શ્રુતાભ્યાસની પણ વ્યવસ્થા રહેશે. | ઠરાવ નં.૩૮ | સાધુ-સાધ્વીભગવંતોની વિહારયાત્રા દરમ્યાન અકસ્માતના પ્રસંગો અવારનવાર બનતા જ રહે છે. તે ટાળવા માટે (૧) હાઈવે સિવાયના અંતરિયાળ માર્ગોનો વધુ ઉપયોગ કરવો. (૨) વધુ પડતો વહેલો વિહાર ન કરવો (૩) વિના કારણ કે નાનાં કારણે વિહારો ન કરવા. (૪) વિહાર દરમ્યાન સ્વાધ્યાય-જાપાદિ ન કરવા. (૫) શક્ય હોય ત્યાં વિહારસેવાગ્રુપોની અને પોલીસની સેવા લેવી (૬) એકેકની લાઈનમાં માર્ગની જમણી બાજુ ચાલવું વગેરે બાબતોનો ચુસ્ત અમલ કરવો. • ઠરાવ નં.૩૯ : જૈનોનો લઘુમતિમાં સમાવેશ થયો છે. આના કારણે જેનોને ધાર્મિક કે શૈક્ષણિક શું લાભ થઈ શકે તેની આ વિષયના જ્ઞાતાઓ દ્વારા જાણકારી મેળવી તેનો જૈન સંઘોમાં પ્રસાર કરવો. ગ ઠરાવ નં.૪૦ ૫. આજની યુવાપેઢીને ધર્મ તરફ વાળવા માટે (૧) ક્રિયાત્મક ધર્મની સાથે સાથે ગુણાત્મક (પ્રામાણિક્તા-સત્યનિષ્ઠા આદિરૂપ) ધર્મની ખાસ પ્રેરણા (૨) પ્રભુ અને પ્રભુશાસન પ્રત્યે ખુમારીભર્યું સમર્પણ પ્રગટે તેવું સંસ્કરણ (૩) ભકિતયોગનું પ્રાધાન્ય (૪) ધર્મક્ષેત્રીય વિવાદોથી તેઓને દૂર રાખવા તથા તેનો અંત લાવવાના ઉપાયો અજમાવવા. ઠરાવ નં.૪૧ - ધર્મશાસનનો વહીવટ કરનાર ટ્રસ્ટીઓ (૧) નિર્વ્યસની (૨) શ્રદ્ધા-આચારસંપન્ન (૩) શ્રમણોને પ્રાધાન્ય આપનાર (૪) દ્રવ્યસપ્તતિકાદિ ગ્રી ગુરુમુખે સાંભળીને ધાર્મિક ક્ષેત્રના વહીવટના જાણકાર (૫) પ્રામાણિક હોવા જોઈએ. બને ત્યાં સુધી આજીવન ટ્રસ્ટીપદ ન હોય અને ચૂંટણીપદ્ધતિ ન હોય તે ઈચ્છનીય છે. * ઠરાવ નં.૪૨ - કેટલોક પ્રબુદ્ધ-શિક્ષિત જૈન વર્ગ વિવિધ ધ્યાનપદ્ધતિઓ તથા નિશ્ચયાભાસી નવા પંથ તરફ આકર્ષાયો છે. તેઓ મૂળમાર્ગમાં રહીને ધ્યાન અંગે વાસ્તવિક સમજ પામી શકે ...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૨૩]
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy