________________
સંસ્થામાં મજબૂત આયોજન કરવું. આ રીતે તૈયાર થયેલ જૈન પંડિતો પછીથી શ્રમણશ્રમણી આદિને ઉચ્ચતર અભ્યાસ કરાવે. આવા પંડિતો તૈયાર કરવા માટે વિશાલ ફંડની વ્યવસ્થા કરવી.
ગ ઠરાવ નં.૩૫ - વિહારયાત્રા દરમ્યાન સાધ્વીજી ભગવંતોને ડોળીવાળા-વ્હીલચેરવાળા સેવકોના પગારની તેમજ અન્ય જરૂરી સુવિધા માટે તે તે સમુદાયના ગચ્છનાયકાદિએ સર્વ જવાબદારી સ્વીકારવી. જેથી સાધ્વીજી ભગવંતોને તે માટે કોઈ મુંઝવણ ન રહે. આ ઉપરાંત એક કેન્દ્રીય વ્યવસ્થા અંગે પણ પ્રયાસ કરાશે. આ માટે આર્થિક યોગદાન અંગે (૧) પૂ. તપાગચ્છાધિપતિ આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.આ.ભ.શ્રી નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ.આ.ભ. શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સા. તથા (૪) પૂ.આ.ભ.શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા. પ્રેરણા કરશે. (આ વ્યવસ્થા અંગે આ નંબરના ઠરાવની ઉપયોગિતાનું લખાણ પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોએ ખાસ વાંચવું.)
ગ ઠરાવ નં.૩૬ - જેમ સીકયોરીટી ગાર્ડ માટેની એક જવાબદારી એજન્સી હોય છે તેમ, સાધુસાધ્વીજી સાથે વિહારમાં આવતાં ડોળીવાળા-વ્હીલચેરવાળા વગેરે સેવકોની એક સેન્ટ્રલ એજન્સી રચવાનો પ્રયાસ કરાશે. જેથી નમ્ર-સેવાવૃત્તિવાળા-વિશ્વાસુ સેવકો ઉપલબ્ધ થઈ શકે. આ માટે રસ ધરાવતા શક્તિસંપન્ન પુણ્યાત્માઓને આ દિશામાં આગળ વધવા પ્રેરણા કરવી. (આ વ્યવસ્થા અંગે આ નંબરના ઠરાવની ઉપયોગિતાનું લખાણ પૂ.સાધુસાધ્વીજી ભગવંતોએ ખાસ વાંચવું.)
• ઠરાવ નં.૩૭ : વૃદ્ધ-ગ્લાન-એકાકી વગેરે સાધુ-સાધ્વીજી ભગવંતોની વ્યવસ્થા સમુચિતપણે થાય તે માટે, વિવિધ મુખ્ય સ્થળોએ તમામ સમુદાયોના ઉપરોક્ત સાધુ-સાધ્વીજીઓ માટે સ્થિરવાસ કરાય તેવી વિશ્રામણવ્યવસ્થા આ સંમેલન દ્વારા નક્કી કરાય છે. આ માટે (૧) મુંબઈ તથા શંખેશ્વરતીર્થમાં પૂ. તપાગચ્છાધિપતિ આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.ભ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. (ગિરિવિહાર)ની પ્રેરણાથી (૨) તારંગાતીર્થે પૂ.આ.ભ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (૩) પૂના તથા માલવામાં સાગરસમુદાયની પ્રેરણાથી (૪) સુરતમાં સાગરસમુદાય તથા પૂ.આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. (ગિરિવિહાર)ની પ્રેરણાથી (૫) પાલિતાણામાં પૂ.આ.ભ. શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી અને (૬) અમદાવાદમાં પૂ.આ.ભ. શ્રી |રર વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...