SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) જેમાં રોજરોજ થોડું થોડું જૈનધર્મ સંબંધી શિક્ષણ પણ આપી શકાય તેવી સર્વાગીણ સુસજ્જ જૈન શૈક્ષણિક સંસ્થાનાં આયોજનો શ્રાવકવર્ગે કરી શકાય. (૨) સાધર્મિકસેવાના કેન્દ્રો-ફાઉન્ડેશનો વધુ મજબૂત બને અને માત્ર સહાય નહિ, સ્વનિર્ભર કરવા સુધી સાધર્મિકોને ઉપયોગી બને તેમ શ્રાવકોએ કરવું. (૩) ધર્મપ્રવૃત્તિની સાથોસાથ માનવતાજીવદયા-અનુકંપાનાં કાર્યો જેનશાસનમાં જે અતિ સરસ થઈ જ રહ્યાં છે તેને પણ શ્રમણવર્ગ તરફથી ખૂબ પ્રોત્સાહન અપાય. v ઠરાવ નં.૭ | જિનાલયોમાં શુદ્ધ જલ મળી રહે તે માટે વરસાદી જલના સંગ્રહરૂપ ટાંકાની વ્યવસ્થા પૂર્વે ઠેર ઠેર જૈન સંઘોમાં હતી. પ્રતિમાજીરક્ષાદિ હેતુઓ માટે આ વ્યવસ્થા હવે જ્યાં શક્ય હોય તે જિનાલયોમાં પુનર્જીવિત કરવી જોઈએ. • ઠરાવ નં.૨૮ : હાલમાં જૈન મુમુક્ષુ પુણ્યાત્માઓ વરઘોડામાં જાહેર માર્ગો પર વિવિધ વસ્તુઓ ઉછાળવારૂપે વર્ષીદાન કરે છે. વસ્તુતઃ વર્ષીદાનની પ્રવૃત્તિ શ્રી તીર્થંકરદેવોએ કરેલ વાર્ષિક દાનના આંશિક અનુકરણરૂપ છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે પ્રભુ દીક્ષા પૂર્વે એક સ્થાને બેસીને ઉપસ્થિત લોકોને વર્ષીદાન આપતા હતા, રાજમાર્ગ પર ઉછાળીને નહિ. વરઘોડામાં પ્રભુ શિબિકામાં વિરાજમાન જ રહેતા હતા, દાન કરતા ન હતા. હાલની મુમુક્ષુઓની વર્ષીદાન-પદ્ધતિમાં અનેક ગેરલાભ જણાય છે. એટલે હવેથી મુમુક્ષુ પુણ્યાત્માઓ બેસીને ઔચિત્યપૂર્વક હાથોહાથ વર્ષીદાન કરવાની પદ્ધતિ જ પ્રચલિત કરે. આ ઉપરાંત વરઘોડાના પ્રારંભસ્થાને, જાહેર ચોક જેવા મધ્યસ્થાને અને પૂર્ણાહુતિ સ્થાને દીક્ષાર્થી હાથોહાથ વર્ષીદાન કરી શકે. • ઠરાવ નં.૨૯ હાલમાં આપણા સંઘોમાં યોજાતા મહોત્સવો આદિની પત્રિકાઓમાં પરમાત્માના તથા ગુરુભગવંતોના ફોટા છપાતા હોય છે. એ ઘણી બધી આશાતનાનું કારણ બનતું હોવાથી હવેથી કોઈએ પત્રિકામાં દેવ-ગુરુના ફોટા પ્રકાશિત ન કરવા... ગૃહસ્થવર્ગના ફોટા, જો મૂકવા જ પડે તો પણ, મર્યાદાપૂર્ણ અને મર્યાદિત મૂકવા. પત્રિકાઓ અતિ ખર્ચાળ કરવાના બદલે શક્ય તેટલી સાદી-ઓછા મૂલ્યની કરવી. પ્રચારના ફલેક્સમાં પણ દેવ-ગુરુના ફોટા ન મૂકવા. ૨૦ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy