SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાનમાળ વગેરેમાં થયેલ દેવદ્રવ્યઉપજને તાત્કાલિકપણે અલગ અલગ જરૂરિયાતવાળા સ્થાનોમાં ફાળવી દેવી. આજે પણ તેવા ઘણા અંતરિયાળ વિસ્તારોમાં જિનાલયો છે કે જે જીર્ણોદ્ધારની પ્રતીક્ષામાં છે. આવાં સ્થાનોની જાતતપાસ સાથેનો “સર્વે ટ્રસ્ટીઓએ ખાસ કરવો. ગુરુભગવંતોએ પ્રવચનો-લેખનનાં માધ્યમે આ વિષયને ખૂબ ભારપૂર્વક રજૂ કરવો. બોલી સમયે કેટલીક વાર રકમ ભરવા માટે લાંબા સમયના હપ્તાની અનુકૂળતા કરાય છે. આમાં બોલનારને અને સંઘને પણ નુકસાન થાય તેમ છે. માટે મત્રીશ્વર પેથડશાનો આદર્શ ધ્યાનમાં રાખીને બોલાયેલ રકમ ખૂબ ઝડપથી ભરવાનું અને હતા નહિ રાખવાનું મજબૂત પ્રતિપાદન તે તે પ્રસંગોમાં પણ નિશ્રાદાતા ગુરુભગવંતોએ કરવું. ઊપજ કદાય ઓછી થાય તો ય આના ઘણા લાભ છે... સંઘની દેવદ્રવ્યાદિની રકમો જે બેંકમાં હોય તે બેંકમાં ટ્રસ્ટીઓએ પોતાના ખાતા રાખવા નહિ. જેથી પરોક્ષ દોષની પણ સંભાવના ન રહે. - - ઠરાવ નં.૨૪ | હાલની લોકશાહી રાજ્યવ્યવસ્થામાં ઘર્મરક્ષા-સંસ્કૃતિરક્ષા તથા ધર્મસ્થાનોમાં આવતી આપત્તિ ટાળવા માટે રાજકીય વગ હોવી જરૂરી છે. આ માટે શક્તિશાળી જૈન વ્યક્તિઓ રાજકારણમાં પ્રવેશે અથવા રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓ સાથે સંપર્ક રાખીને તેમના દ્વારા સંઘ-શાસનની સમસ્યા નિવારે. પ્રભાવસંપન્ન ગુરુભગવંતો પણ રાજકીય સંપર્કો દ્વારા સંઘ-શાસનનાં કાર્યો કરે. જો કે, ચૂંટણીપ્રચાર જેવા કાર્યોમાં તેઓ જોડાય તે શ્રમણમર્યાદાનુસાર ઉચિત નથી. ગ ઠરાવ નં.૫ | - આપણા ઘણા પ્રાચીન-અર્વાચીન તીર્થોની આસપાસ અજૈન વસતિ છે. તેઓ આપણી ધર્મપ્રવૃત્તિઓ પ્રત્યે અસહિષ્ણુ ન બને તે માટે (૧) તેમની નાની-મોટી પ્રવૃત્તિઓમાં અવિરોધવૃત્તિ (૨) તે વર્ગ માટે અનુકંપા કાર્યોરૂપ વસ્ત્ર-ભોજન-ધાબળાવિતરણાદિ સેવાપ્રવૃત્તિનો વિસ્તાર (૩) તેઓનો અવસરે અવસરે પ્રવચન-સંસ્કરણ દ્વારા સંપર્ક જીવંત રાખવો. ગ ઠરાવ નં ૨૬ | આપણા જૈન બંધુઓ અન્ય ધર્મ તરફ ખેંચાઈ રહ્યા છે તેના મુખ્ય ત્રણ કારણો છેઃ (૧) શ્રીમંત વર્ગમાં કોન્વેન્ટ સ્કૂલોમાં શિક્ષણનો આગ્રહ (૨) આર્થિક રીતે નબળા સાધર્મિકોને પડતી હાલાકી અને (૩) માનવતાનાં કાર્યોમાં વધુ લગાવ. આ માટે ..વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૧૯
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy