SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આવવા ઈચ્છુક શ્રમણ-શ્રમણીના ગચ્છાધિપતિએ પણ આવી લેખિત સંમતિ આપતાં પૂર્વે પોતાના તે સાધુ-સાધ્વીજીના ગુરુ તથા વૃંદના વડીલની લેખિત સંમતિ લેવી. આ પછી ય જો આવવા ઈચ્છુક શ્રમણ-શ્રમણીના ગુરુ યા વડીલની લેખિત અસંમતિ આવે તો સ્વીકારનાર ગચ્છાધિપતિએ સાધુ-સાધ્વીજીને પોતાના સમુદાયમાં સ્વીકારવા નહિ. ઉપરોક્ત બધી સંમતિઓ ન મળે અને પરિસ્થિતિ અતિવિષમ હોય તો તેવા સાધુ-સાધ્વીજીના લેખિત પત્ર બાદ પ્રવરસમિતિ સમુદાયાંતર કરવા ઈચ્છુક સાધુસાધ્વીજીના ગુર્નાદિકને વિશ્વાસમાં લઈને જે તે ઉચિત નિર્ણય “૧ વર્ષના સમય દરમ્યાન લેખિત રૂપે કરે. જ્યાં સુધી આવો નિર્ણય ન થાય ત્યાં સુધી સાધુ-સાધ્વીજીને કોઈએ પોતાના સમુદાયમાં સ્વીકારવા નહિ. આ નિયમ સમુદાયમાં સ્થિત કે સમુદાયની બહાર થયેલ સાધુ-સાધ્વીજી અંગે એક સરખો લાગુ રહેશે. આ નિયમનો ભંગ જે શ્રમણશ્રમણી વૃંદ કરે તે શ્રમણ-શ્રમણી વૃંદને તેમના ગચ્છાધિપતિએ સમુદાય બહાર કરવા. જો ગચ્છાધિપતિ આમ ન કરે તો શ્રમણ સંઘ તે ગચ્છાધિપતિ સાથે વધુમાં વધુ પાંચ વર્ષ માટે તમામ વ્યવહારો સ્થગિત કરે. અને તે સમય દરમ્યાન તેઓ શ્રમણ સંઘની કોઈ પણ સમિતિમાં કાર્ય નહિ કરી શકે. આ મુદ્દા અંગે ભવિષ્યમાં જો કોઈપણ પ્રશ્ન ઊભો થાય તો તેનો ઉકેલ પ્રવર સમિતિના પાંચે આચાર્ય ભગવંતો લાવે તે સર્વને સંમત રહેશે. - ઠરાવ નં.૨૧ : ભારતભરના જ્ઞાનભંડારોને સુવ્યસ્થિત કરી આધુનિક ટેકનોલોજી દ્વારા તેને સંકલિત કરવા માટે પ્રવરસમિતિનાં માર્ગદર્શન મુજબ એક શ્રાવક સમિતિ રચવી. | ઠરાવ નં.૨૨ - પૂર્વપ્રકાશિત પ્રાચીન ગ્રન્થોના સંશોધક-સંપાદક-પ્રકાશકાદિના અથાગ શ્રમને, તે તે ગ્રન્થોમાં પુનઃ પ્રકાશનોમાં યોગ્ય ન્યાય મળી રહે તે માટે આ સંમેલન અનુરોધ કરે છે કે જ્યાં જ્યાં નૂતન આવૃત્તિના પ્રેરક-સંપાદકાદિનું નામ હોય ત્યાં ત્યાં તેની ઉપર પૂર્વપ્રકાશનના સંશોધક-સંપાદક-પ્રકાશકાદિનાં નામનો પણ એટલા જ મહત્ત્વપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ. • ઠરાવ નં.૨૩ કેટલાય મોટા સંઘો આદિમાં દેવદ્રવ્યની ઘણી મોટી રકમો એફડી. રૂપે જમા રહેતી હોય છે. આનાથી ઘણાં નુકસાન સર્જાતા હોવાથી સંઘો આદિએ પર્યુષણાપર્વ૧૮ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન..
SR No.006084
Book TitleV S 2072 Year 2016 Ma Shree Siddhgirirajni Pavitra Chhayama Palitanama Aayojit Virat Tapagacchiya Shraman Sammelanna Tharavo
Original Sutra AuthorN/A
AuthorAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
PublisherAkhil Bharatiya Tapagacchiya Shramanopasak Jain Sangh
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy