________________
આવી ચઢ્યા. તેમનો સુંદર ઉપદેશ ને પવિત્ર ચારિત્ર જોઈ ને ધનમિત્ર શેઠ નિરંતર તેમનું વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા.
એક વખત વિજયદેવસૂરિએ બ્રહ્મચર્ય એ વિષય ઉપર સુંદર વ્યાખ્યાન આપ્યું, અને ધનમિત્રશેઠે ત્યાંજ બેનિયમો નીચે મુજબલીધા.
૧. પરસ્ત્રીના માતા સમાન ગણવી ૨.ભક્તામર સ્તોત્રનું દરરોજ સ્મરણ કર્યા પછીજ ભોજન કરવું.
આનિયમોને બરાબર પાળતાં કેટલોક સમય વીતી ગયો. તેવામાં એકવાર ધનમિત્ર શેઠે ધન મેળવવા માટે પરદેશ જવા વિચાર કર્યો અને બનતી થોડી ઘણી તૈયારી કરી પ્રયાણ કર્યું. કેટલાક દિવસે તેઓ વસંતપુરમાં આવી પહોંચ્યા.
પોતે અજાણ્યા હોવાથી ક્યાં જવું? શું કરવું, વિગેરે વિચારો કરતાં એક મકાનના ઓટલા ઉપર બેઠા. ત્યાંજ નજીકમાંથી પસાર થતી એક રૂપ યૌવન સંપનશાળી સ્ત્રીએ તેમને બોલાવ્યા અને કહ્યું, “હે શેઠ! તમે આમ કેમ બેઠા છો? ચાલો મારે ત્યાં'. શેઠ તો પ્રથમ આવી અજાણી સ્ત્રીના આવા વચનોથી નવાઈ પામ્યો. પરંતુ પોતે અજાણ્યો હોવાથી કાંઈક રાહત મળશે, એમ ધારીને સ્ત્રીની સાથે ચાલવા લાગ્યો.
- પોતાનું મકાન આવ્યા પછી પેલી સ્ત્રીએ એ શેઠનાં પહેરેલાં કપડાં ઉતારાવીને બીજાં નવાં કપડાં આપ્યાં. અને સ્વચ્છ પાણીથી ન્હવરાવી શેઠનો થાક ઉતાર્યો, પછી પોતે શેઠને કહેવા લાગી. “હે શેઠ! આ મકાન . આપનું જ છે, આપ અહીં રહો અને મારી સાથે રહીને આનંદ કરો.”
ધનમિત્ર શેઠ તો આ વચનો સાંભળી પોતે કેવી રીતે ફસાયો હતો તે સમજી ગયો. તેને પોતાનો નિયમ યાદ આવ્યો અને તુરજ ઉભો થઈ ચાલવા લાગ્યો. તેટલામાં પેલી સ્ત્રીના માણસોએ તેને રોક્યો અને ઘણો