________________
ઘણો સમજાવ્યો. પરંતુ શેઠ તો પોતાનો નિયમમાં મક્કમ રહ્યો. અને આ ધર્મ સંકટમાંથી બચવા ત્યાંજ આંખો બંધ કરી એક ચિત્તે ભક્તામર સ્તોત્રના-૨૬મા શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો.
થોડીવારમાં તો એ મકાન ન મળે અને કોઈ સ્ત્રી પણ ન મળે. પરંતુ એ ધનમિત્ર શેઠની સામે તેજ તેજના અંબાર સરખો દેવ પ્રત્યક્ષ થયો અને બોલ્યો કે, “હે શેઠ! તમારો નિયમ તોડાવવા માટે જ મેં આ પ્રમાણેની માયા જાળ ઉભી તકી હતી. પરંતુ તમારી મક્કમતાથી હું બહુ ખુશ થયો છું. અને તમારું દારિદ્ર દૂર કરવા આ પાંચ રત્નો આપું છું.' એમ કહીને દેવે પાંચ કિંમતી રત્નો આપીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. ત્યારે શેઠ તો આ બધું એકદમ શી રીતે બન્યું તેનો વિચાર કરતો કરતો પાંચ રત્નો લઈ ને પાટલીપુર નગર તરફ આવવા માટે નીકળ્યો; પ્રથમ કરતાં પણ વિશેષ શ્રદ્ધા પૂર્વક એ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા લાગ્યો. અનુભવ થયા પછી ભક્તિમાં વધુ આનંદ અને ભક્તિ વધે છે.
ત્યારથી તે શેઠ હંમેશાં દુઃખના સમયમાં તો દરેકને ભક્તામર સ્તોત્રનું જ આરાધના કરવાની સલાહ આપતો, કારણ કે આ પવિત્ર સ્તોત્રના આરાધનથી જો કર્મ રૂપી વિકાર શાંત થાય છે તો આ કૃત્રિમ વિકાર શાંત થાય તેમાં શી નવાઈ છે?
કો વિસ્મયડ યદિ નામ ગુણરશેષે
વં સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોષ રુંપારવિવિધાશ્રય જાત ગાવે, સ્વપ્નાંતરેડપિન કદાચિદપીક્ષિતોડસિા. ૨૭/
અર્થ-હે મુનીશ્વર? આપ સમસ્ત ગુણોના પરિપૂર્ણ આશ્રયરૂપ સ્થાન હો તો તેમાં આશ્ચર્ય શું છે? વિવિધ આશ્રયોથી ઉત્પન્ન થયેલા અહંકારરૂપ દોષોએ કરી તમને લોકોએ સ્વપ્નામાં કદી દીઠેલા નથી.