________________
૭૮.
આવ્યો હતો. રાણીઓ તો આવા મીઠા આનંદને અનુભવવા તલસી રહી હતી. એટલે ઉપવનમાં ચારે તરફ ભમતી, મનગમતા ફૂલોને ચુંટતી, અને અંદર અંદર મીઠી મશ્કરી કરતી આનંદ લુંટી રહી હતી. તેવામાં તેઓના જોવામાં એક પત્થર આવ્યો. તેના ઉપર સિંદુર અને તેલ ચઢાવેલું હતું, તેલની ચીકાશથી આખો પત્થર ગંદો દેખાતો હતો. એટલે એક રાણીને સૂગ ચઢી અને તેના ઉપર થૂંકી. થોડીવારે બીજી રાણી પણ થૂંકી અને તેમને જોઇને મઝા ખાતર બધી રાણીઓએ વારાફરતી તે પત્થર ઉપર થૂંકવા માંડ્યું.
પરંતુ એકાએક આ શું ? બધી રાણીઓ ગોળ ગોળ ફરવા જ લાગી. હસતી જાય-ચાળા કરતી જાય અને ગાતી જાય પણ ફરતી બંધજ ન રહે. ખૂબ ફર્યા પછી જ્યાં ત્યાં ગાંડાની માફ ક દોડવા લાગી. રાજાપ્રધાન વિગેરેએ આ જોયું પ્રથમ તો તેઓ આનંદ કરતાં હશે એમ માન્યું; પણ જ્યારે મર્યાદા પણ ન સાચવવા લાગી ત્યારે તેઓને લાગ્યું કે નક્કી કાંઈક વળગાડ વળગ્યો લાગે છે. ખરેખર હતું પણ તેમજ કારણ કે જે પત્થર ઉપર તેઓ બધી ફુંકી હતી, તે પત્થરમાં એક વ્યતંરનો વાસ હતો. અને પોતાના ઉપર થૂંકવાથી તે બધી રાણીઓને તે વ્યંતર વળગ્યો હતો.
ચારે તરફ આનંદ આનંદ વર્તતો હતો. તેમાં ભંગાણ પડ્યું અને રાજા, પ્રધાન વિગેરે વિતારમાં પડ્યા. તરત જ મંત્ર-તંત્ર જાણનારાઓને બોલાવ્યા. ચારે તરફ માણસો દોડાવ્યા, ખૂબ ધૂપધુમાડા કર્યા, અનેક પ્રકારના મંત્રો ભણાયા, માથું પછાડી પછાડી ભૂવાઓ ધુણવા લાગ્યા; પણ કોપથી વ્યંતર જરા પણ ખસ્યો નહિ. આથી રાજા તો ખૂબ મુંઝાવા લાગ્યો અને તેના ઉપાય માટે વિચાર કરવા લાગ્યો.
ગામે ગામ વિહાર કરી પવિત્ર ચારિત્રને પાળતા શાંત કીર્તિ મુનિરાજ અચાનક જ પોતાના શિષ્ય મંડળ સહિત આગલા ગામથી