________________
૭૭
દુનિયામાં કોઇપણ વ્યક્તિની નથી.
બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિતબુદ્ધિબોધાત્, વં શંકરોડિસ ભુવનયશંકરત્વા તુ; ધાતાસિ ધીર શિવમાર્ગવિધવિધનાત્; વ્યકત ત્વમેવ ભગવત્પુરૂષોત્તમોસિ ॥ ૨૫ II
અર્થઃ-હે વિબુધાર્ચિત ! આપ બુદ્ધિનો બોધ કરો તેથી આપજ બુદ્ધ છો, અને ત્રણ ભુવનના કલ્યાણના કરવાવાળા હોવાથી આપજ શંકર છો. હે ધીર ! આપ મોક્ષ માર્ગની વિધિનું વિધાન કરનારા છો તેથી આપજ ધાતાવિધાતા છો, અને હે ભગવન્ ! આપજ સાક્ષાત્ પુરુષોત્તમ છો!
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो उग्गतवाणं ॥
मंत्र : ॐ नमो भगवते जये विजये अपराजिते सर्व सौभाग्यं सर्व सौरव्यं कुरु कुरु स्वाहा ॥
આ પચ્ચીસમા કાવ્ય-મંત્રને યોગી પૂરૂષો જ સાધી શકે, (યોગી હોય તે ભોગી ન હોય) ભોગી પુરુષો કદાચ સાધે તો સફળતા મળવી તે તેના ભાગ્યની બલિહારી. આ મંત્રને ૧૦૮ વાર જપીને (હાથમાં કંઈક લગાડીને) ઉકલતા તેલની કઢાઈમાં હાથ નાખો તો બળે નહિ, ગરમ ગોળો પકડે તો દાઝે નહિ.
શ્લોક ૨૪-૨૫ નો પ્રભાવ બતાવનારી કથા
વસંતઋતુ પુર બહારમાં ખીલી રહી હતી. લીલા આંબા ઉપર બેસી કોયલ મીઠા ટહુકા કરતી હતી. ચારે તરફથી સુવાસિત મીઠો પવન પ્રસી રહ્યો હતો. તેવા સુંદર ઉપવનમાં આજે સૂર્યપુરનો રાજા અજિતસિંહ પોતાની પટ્ટરાણીઓ સહિત વસંતૠતુનો ઉત્સવ ઉજવવા