________________
૭૬
ધન્ય છે એવા પવિત્ર મુનિરાજને કે જેમણે એક મિથ્યાત્વી દેવીને પણ પ્રતિબોધ પમાડ્યો.
પ્રયત્નથી શું સાધ્યું થતું નથી ? તમે પણ આ પવિત્ર સ્તોત્રને આરાધવાનો પ્રયત્ન જરૂર કરજો.
વ્યંતર જાય છે
સ્વામવ્યયં વિભુમર્ચિત્યમસંખ્યમાદ્યું, બ્રહ્માણમીશ્વરમનન્તનડગ
કેતમ્.
યોગીશ્વર વિદિતયોગમનેકમેકં, જ્ઞાનસ્વરૂપમમલ પ્રવદન્તિઃ સન્તઃ ॥ ૨૪ ||
અર્થ:-હે પ્રભુ ! સન્તજનો આપને ક્ષય રહિત, પ્રભુ, અર્ચિત્ય, ગુણ સંખ્યા રહિત, પહેલા તીર્થંકર બ્રહ્મરૂપ, ઈશ્વર, અનંત, કામનો નાશ કરવાને કેતુ સરખા, યોગીશ્વર, યોગવેત્તા, અનેક એક જ્ઞાનસ્વરૂપ તથા પાપમલથી રહિત કહે છે.
ऋद्धि ॐ ह्रीं अहँ नमो अरिहंताणं नमो दिट्टिविसाणं || मंत्र : ॐ नमो भगवते बद्धमाण सामिस्स सर्व समीदितं
-
कुरु कुरु स्वाहा
આ ચોવીસમા કાવ્ય મંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી માથાનો વાયુ મટે, આધાશીશી મટે વળી ૨૪-૨૫-૨૬ ત્રણે ગાથાઓ અટ્ઠમ તપ કરી સિદ્ધ કરવાથી ગમે તેવી ભયંકરમાં ભયંકર આપત્તિઓને ગાથાઓના પાઠ કરવા માત્રથી જાય છે. વળી મદારીના ખેલ સફલ ન થવા દેવા માટે પણ ભક્તામરની અમુક ગાથાઓ કામ આપે છે. કારણ કે તીર્થંકરોની જે ભક્તિ-તીર્થંકર પરમાત્માની જે શક્તિ છે તેવી