________________
૭૩
આથી યક્ષ ઘણોજ કોપાયમાન થયો અને મુનિને અનેક પ્રકારનો ભય બતાવ્યો. પરંતુ અતિસાગર મહારાજ તો જરા પણ ડગ્યા નહિ. આથી થાકીને યક્ષે રાજાને કહાં કે “હે રાજનું! જે દેવની તમે પૂજા કરો છો અને જેનાથી તમે સુખી થયા છો, તે દેવની એક જૈન સાધુ અવગણના કરે છે. તે ઠીક નથી.”
રાજા આ સાંભળીને એકદમ રોષે ભરાયો. અને તરત સાધુને પકડી લાવવા એકદમ માણસો મોકલ્યા.
ઘણા માણસો પકડવા જાય છે. પરંતુ જનારા માણસો આંધળા થઈ જવાથી સાધુને પકડી શકતા નથી. આથી તેઓએ ચારે તરફ સાધુને ફટકા મારવા માંડ્યા; પરંતુ તે ફટકા મહારાજના બદલે રાજાની પીઠ ઉપર વાગવા લાગ્યા. તેથી રાજા બૂમાબૂમ કરવા લાગ્યો, તેથી બીજા માણસોને એકદમ મોકલીને મહારાજને માર મારતા બંધ રખાવ્યા. ચમત્કાર ત્યાં નમસ્કાર.
રાજા પણ આ ચમત્કારથી એ મુનિના દર્શનાર્થે ઘણા માણસો સહિત યક્ષના મંદિરે ગયો, અને પ્રતિસાગરના ચરણમાં નમી પડ્યો. ત્યારે મતિસાગરે વાદવિવાદ વખતે થયેલ હારને સંભારીને પહેલાનું વેર રાખી, પ્રભાકર મુનિ કેવી રીતે અત્યારે યક્ષ થઈ લોકોને હેરાન કરતો હતો તે કહી બતાવ્યું. આથી રાજા ઘણોજ નવાઈ પામ્યો અને જૈન ધર્મને અંગીકાર કર્યો. તથા યક્ષના મંદિરને બદલે સુંદર જિનચૈત્ય બંધાવી ભક્તિ પૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો. '
તમે પણ જો શાંત ચિત્તે શ્રદ્ધા પૂર્વક નિરંતર આ સ્ત્રોત્રનું સ્મરણ કરશો તો જરૂર ચમત્કાર જોઈ શકશો. કારણ કે શુદ્ધધર્મઈચ્છિત ફળને આપનાર છે.