________________
ર
શ્લોક ૨૨ ના પ્રભાવ બતાવનારી કથા. કુન્દનપુરના રાજા દેવધરની સભામાં આજે બૌદ્ધ મુનિ અને જૈન મુનિ વાદવિવાદ કરવાના છે. એવી વાત સાંભળીને ઘણા માણસો રાજાની કચેરીમાં એકઠા થયા છે. *
સમય થતાં રાજા પણ આવ્યો. અને સભાજનોના પ્રણામ ઝીલતો તે પોતાના આસને બેઠો.
આ તરફ બૌદ્ધમુનિ પ્રભાકર અને જૈનમુનિ મતિસાગર પણ રાજાની આજ્ઞા થતાં શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. ત્યારે મતિસાગરે પ્રથમ એક ચિત્તે ભક્તામરના આ ૨૨ મા શ્લોકનું ચિંતવન કરી દેવના આશીર્વાદ મેળવ્યા પછી મુનિ પ્રભાકર સાથે વાદવિવાદ શરૂ કર્યો. તેમાં બૌદ્ધ મતના એકાંતવાદને ઘણી દલીલો વડે તોડીને જૈનના અનેકાંતવાદને સાબીત કર્યો.
આથી રાજા વિગેરે બહુજ ખુશ થયા અને જૈન ઘર્મની શ્રેષ્ઠતા સ્વીકારી. જ પોતાનું અપમાન થવાથી શરમાયેલો પ્રભાકર ત્યાંથી ચાલ્યો ગયો. અને આ અપમાનનું વેર લેવા તે ઉપાયો શોધવા લાગ્યો. પરંતુ તેવામાં અચાનકજ તે અકાળે મરણ પામવાથી યક્ષ પણે ઉત્પન્ન થયો, અને રાજા દેવધરને અનેક ચમત્કાર દેખાડી પોતાની પૂજા કરાવવા લાગ્યો. વળી નગરના બધા જૈનોને હેરાન કરવા લાગ્યો. - ઘણા દિવસે એજ મતિસાગર મુનિ ફરતા ફરતા કુન્દનપુરમાં આવી પહોંચ્યા અને નગરના જૈનોએ યક્ષ તરફથી થતી હેરાનગતી આ મુનિને કહી દેખાડી, તેથી એ મતિસાગર મહારાજ આ ૨૨ શ્લોકનું સ્મરણ કરી યક્ષના મંદિરમાં જઈ યક્ષની પ્રતિમા સામે પગ કરીને સૂઈ ગયા.