________________
୦ଟ
શ્લોક ૨૧ ને બતાવનારી કથા
અનેક ગામોમાં વિહાર કરી પવિત્ર ઉપદેશ આપતા આપતા શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ આજે ગુજરાતના એક સુંદર પુર નામના ગામમાં આવી પહોંચ્યા. ગામમાં તપાસ કરી તો ન મળે જૈન મંદિર કે ન મળે ઉપાશ્રય. એટલે સૂરિજીએ ગામના એક વૃદ્ધ પુરૂષને બોલાવી હકીકત પૂછી તો માલમ પડ્યું કે પહેલાં આ ગામમાં ઘણા જૈનો હતા. પરંતુ મુનિમહાસાજના વિહાર વિના અને બ્રાહ્મણોના જોરથી ઘણા જૈનો અન્ય ધર્મી થઈ ગયા છે.
આ હકીકત સાંભળીને સૂરિજીએ ગામ વચ્ચે આવેલા એક વિશાળ શિવ મંદિરમાં જ ઊતારો નાખ્યો. જૈન સાધુ શિવ ધર્મને માને છે, જેથી શિવ મંદિરમાં ઉતરે એ હકીકત જાણીને ઘણા માણસો આ સાધુ મુનિરાજને જોવા એકઠા થઈ ગયા. ત્યારે લાગ સાધીને સૂરિજીએ ત્યાગ ધર્મના ઉપદેશ દેવા માંડ્યો. તેમાં ધર્મ શું ? અને સત્યધર્મ કેવો હોઈ શકે તથા અન્ય ધર્મ કરતાં જૈન ધર્મમાં શું વિશેષતા છે, તે બધું યુક્તિથી વિગતવાર સમજાવ્યું.
(સિદ્ધપુર પાટણમાં તેજો-દ્વેષી બ્રાહ્મણોને તથા કુમારપાલ રાજાને ધર્મ પમાડવા માટે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્ર સૂરિશ્વરજી મહારાજ પધાર્યા હતા. અનેકને જૈન ધર્મ પમાડ્યો હતો.)
ઘણા માણસોને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા બેઠી. પરંતુ આથી બ્રાહ્મણો બહુજ રોષે ભરાયા અને મહારાજને ઘસડી મંદિરમાંથી કાઢવા લાગ્યા ત્યારે સૂરિજીએ આ ભક્તામરના ૨૧ મા શ્લોકનું સ્મરણ કર્યું. અને ઘણી મહેનત કર્યા છતાં મહારાજ તો જરા પણ ત્યાંથી ખસ્યા નહિ. ત્યારે બ્રાહ્મણોએ તેમને જાડા દોરડાથી બાંધવા માંડ્યા. પરંતુ દોરડાના