________________
૬૭
એક વખત રાજા પોતાની કચેરી ભરી બેઠો છે. અનેક વિદ્વાનોજ્યોતિષીઓ અને શુરવીરો સોભી રહ્યા છે. સર્વત્ર આનંદની વાતો ચાલી રહી છે; પરંતુ રાજાનો ચહેરો ઉદાસ દેખાય છે. ત્યારે પ્રધાને રાજાને નમ્રતા પૂર્વક પૂછ્યું, કે “હે રાજન્ ! આપના રાજ્યમાં સર્વત્ર શાંતિ છે. સૌ પ્રજા સુખી છે; છતાં આપનો ચહેરો ઉદાસ કેમ દેખાય છે ?’’
ત્યારે રાજાએ કહ્યું કે મારા હૃદયમાં રહેલો એક પ્રશ્ન મને મુંઝવી રહ્યો છે.
પ્રધાનને પણ રાજાનો શું પ્રશ્ન છે તે જાણવા માટે યુક્તિ પૂર્વક રાજાને કહ્યુ-‘હે રાજન્ ! આપનો શું પ્રશ્ન છે, તે કહો કારણ કે, હું નહિ તો આ બેઠેલા વિદ્વાનો તે પ્રશ્નનો જવાબ જરૂર આપશે.’’
ત્યારે રાજાએ કહ્યું, કે-“મારી રાણી ગર્ભવતી છે. તેને પુત્ર આવશે કે પુત્રી ? કારણ કે મારી હવે અવસ્થા થવા આવી છે, અને મારે પુત્ર નહિ હોવાથી કદાચ પુત્રી આવે તો આ રાજ્ય કોણ સંભાળશે ?’’
રાજાનો આ પ્રશ્ન સાંભળીને પ્રધાન તથા બીજા વિદ્વાન માણસો પણ નીચું જોઈ રહ્યા. કોઈએ રાજાના આ પ્રશ્નો ઉત્તર આપવાની હિંમત કરી નહિ. જ્યોતિષીઓએ જોષ જોઇ ગણત્રી કરી- વિદ્વાનોએ શાસ્ત્રના આધારે કલ્પનાઓ કરી પણ કોઇ ચોક્કસ નિર્ણય કરી શક્યા નહિ.
ત્યારે અત્યાર સુધી શાન્ત અને ઉદાસીન લાગતો રાજા પણ પોતાના પ્રશ્નનો ઉત્તર નહિ મળવાથી ક્રોધે ભરાયો, અને બોલ્યો કે ‘કાલ સાંજ સુધીમાં જો મારા પ્રશ્નનો ઉત્તર કોઈ નહિ આપે તો બધા વિદ્વાનો અને જ્યોતિષીઓને હું મારા રાજ્યની હદપાર કરીશ.’” એટલું કહી રાજા કચેરીમાંથી ચાલ્યો ગયો.
બધા માણસો રાજાના આ વચનથી ખૂબ મુંઝાયા, અને તેનો શું ઉપાય કરવા તે માટે વિચાર કરવા લાગ્યા. ત્યારે એક વૃદ્ધ જ્યોતિષીએ