________________
૬૬
જે માણસો વીતરાગ પ્રભુની સ્તુતિ અને ભક્તિ ઘણીજ શ્રદ્ધા પૂર્વક કરે છે. તેના સંકટો નાશ પામી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તો પછી આ રાત્રીનો અંધકાર નાશ થાય તે સ્વાભાવિક છે. તમે પણ તમારા કર્મરૂપી અંધકાર તોડવા નિરંતર આ સ્તોત્રનું એકવાર તો જરૂર સ્મરણ કરજો.
ભવિષ્ય જાણવા માટે
જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, ચૈત્ર તથા હરિહરાદિ નાયકે, તેજઃ સ્ફુરમણિષયાતિ યથામહત્ત્વ, રૈવં-તુ કાચ શકલે કિરણા કુલેડડપ || ૨૦ ||
અર્થઃ- આપને વિષે જેવી રીતે યથાવકાશ રૂપ જ્ઞાન શોભે છે તેવી રીતે હરિહરાદિક દેવોમાં નથી શોભતું. કારણ કે પ્રકાશમા રત્નોમાં તેજ જેવી પ્રબલતાને પામે છે તેવી પ્રબલતાને ચકળતા કાચન કકડામાં નથી પામતું. અસલી અને નકલીમાં અત્યંત તફાવત હોય છે. ऋद्धि : ॐ ह्रीं अह नमो चारणाणं
..
મંત્ર :
ह्रीं श्रीं श्रीं श्रं श्रः ठः ठः ठः स्वाहा
આ કાવ્યમંત્રને પઢવાથી રાજ્ય, લક્ષ્મી, જય, સુખની પ્રાપ્તિ થાય. તેમજ જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય.
શ્લોક ૨૦ નો પ્રભાવ બતાવનારી કથા
નાના પણ સુંદર બાંધણીવાળા મકાનોથી સુશોભિત લાગતું નાગપુર નામે શહેર છે. ત્યાં મિહપતસિંહ નામે પ્રજાને પાળનાર અને ન્યાયી રાજા રાજ્ય કરે છે.