________________
વખાણ કર્યા. તથા તેને જે જોઈએ તે માગવા કહ્યું. ત્યારે શેઠે કહ્યું કે મારે આપના પ્રતાપે પૂર્ણ સુખ છે, તેમાં મને સંતોષ છે મારે કાંઈ જોઈતું નથી.” તો પણ “દેવ દર્શન કદી ખાલી જાય નહિ” એમ કહી શેઠને એક સુંદર મણિ આપી દેવ પોતાને સ્થનાકે ચાલ્યો ગયો. ભક્તિ નિષ્કલ જતી નથી.
એક વખત લક્ષ્મીકાન્ત શેઠ પરદેશથી પુષ્કળ માલ ભરી દેશમાં આવવા નીકળ્યા, પરંતુ રસ્તામાં આવતાં જંગલમાં અધવચે રાત્રી પડી. ત્યાં લુંટારાઓનો બહુજ ત્રાસ હતો. જો ત્યાંથી આગળ ન જવાય તો
બધી મિલ્કત લુંટાઈ જાય તેમ હતું. ઉપરાંત અમાસની કાળી ઘોર અંધારી રાત હોવાથી રસ્તો સૂઝે તેમ ન હતું. શેઠના હદયમાં મુંઝવણ થવા લાગી અને આ સંકટમાંથી બચવા તે ઉપાય શોધવા લાગ્યો. - ખૂબ વિચાર કરતાં પ્રથમદેવે આપેલો ચંદ્રકાન્ત મણિ તેમને યાદ આવ્યો. અને ભક્તામર સ્તોત્રના આ ૧૯મા શ્લોકનું ચિંતવન કરી તે મણિ આકાશને વિષે ઉછાળ્યો, તો ચારે તરફ પુનમના ચંદ્ર સરખું ઝળહળતું તેજ ફેલાઈ ગયું અને ચંદ્રની માફક તે મણિ આકાશને વિષે ઉંચે રહી તેજ પ્રસારવા લાગ્યો. એના તેજથી રસ્તો સુઝવાથી શેઠના માણસો તથા શેઠ વિગેરે સહિ સલામત એ જંગલમાંથી પાર ઉતર્યા.
પ્રભાત થતાં શેઠે ફરી ૧૯મા શ્લોકનું ચિંતવન કરી એ મણિને પાછો ખેંચી લીધો અને પોતાને ગામ આનંદથી પહોંચી ગયા. આખી નગરીમાં જ્યારે આ મણિના પ્રભાવની વાત પ્રસરી ત્યારે રાજાએ પણ શેઠને બોલાવ્યા, અને વાત પૂછી તો લક્ષ્મીકાન્ત શેઠે ભક્તામરનો મહિમા કહી સંભળાવ્યો. આથી રાજા વિગેરે ઘણા મણિસોએ આ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા માંડ્યું.