________________
૫૯
વખતે ધ્યાન પૂર્ણ કર્યું હતું. રાજકુમારે મુનિને મશ્કરી કરી અને કહ્યું, “હે મુનિ ! આ દુનિયાનો સુંદર આનંદ છોડી તમે સ્વર્ગ મેળવવા આવું
દુઃખ કેમ ભોગવો છો ? પરંતુ એટલું તો સમજો સ્વર્ગ નરક કાંઅ છે જ નહિ. પાપ-પુણ્ય તો ઢોંગ છે. તમારા જેવા અજ્ઞાન માણસોએ લોકોને ઠગવા માટે આ બધી માયા જાળ ગોઠવેલ છે.”
મુનિ મહારાજ તો આ અજાણ્યા માણસના આવાં નાસ્તિક વચનો સાંબળીને પ્રથમ તો નવાઇ પામ્યાં, પરંતુ આવા મનુષ્યનો પ્રતિબોધ જરૂર પમાડવો, એમ વિચારીને ભક્તામરના આ બે શ્લોકોનું શાંત ચિત્તે આરાધન કર્યું.
આ તરફ રાજકુમાર બેભાન થઇ ગયો. અને જાણે તે સ્વપ્ન અવસ્થામાં હોય તેમ નારકીના દુઃખો નજરે નિહાળવા લાગ્યો. યમરાજ કોઇ મનુષ્યને મારે છે. કોઈ ને ધગધગતા લોઢાના સળીયા ચાંપે છે, તો કોઈને સીસું ઉકાળીને પાય છે, ન પીએ તો પરાણે મોઢામાં રેડે છે, અને મનુષ્ય અવસ્થામાં કરેલા પાપનો આ બદલો છે. એમ કહીને વધારે દુઃખ આપે છે. પેલા માણસો બિચારા તેમાંથી છુટવા આજીજી કરે છે પણ યમરાજ તેમને છોડતો નથી.
આ બધું જોઈને રાજકુમાર ત્યાંથી નાસી જવા પ્રયત્ન કરે છે, પણ તેવામાં એક યમ આવીને તેને પકડે છે અને કહે છે. નાસી ક્યાં જાય છે ?’” તેં પણ આ લોકોની પેઠે મનુષ્ય ભવમાં ઘણાં જ પાપ કરેલ છે. ધર્મને તો માનતો જ નથી. અને સાધુ મહાત્માઓને પણ સતાવે છે. તેથી તેં તારી જીંદગીમાં એક પણ સારૂં કાર્ય કર્યું નથી, તેથી તારે પણ એ પાપનાં ફળ ભોગવવાં પડશે.” એમ કહીને તેને ઘસડી જઇ અનેક પ્રકારના દુઃખો આપવા લાગ્યો. ત્યારે રાજકુમાર ધ્રુજવા લાગ્યો, અને