________________
૫૮
આ સત્તરમા કાવ્ય મંત્રથી અબોટ (શુદ્ધ) પાણીને ૨ ૧ વાર મંત્રીને પેટની પીડાવાલાને પીવડાવું જેથી તે દુર થશે, શુદ્ધ પવિત્ર કુવાનું પાણી લેવું.
તા. કે. ઋદ્ધિ તથા મૂલમંત્રને આરાધીને નમિઉણસ્તોત્રનો સાથ લઈ વિધિપૂર્વક જો પાણી પીવડાવાય તો તાવ-રોગ-નજર દૂર થાય છે. તેમ મૂલમંત્રને સિદ્ધ કરી દીવાળી અથવા ચન્દ્રગ્રહણમાં નમિઉણ કલ્પને સિદ્ધ કરી પાણી જેને આપીએ તેને કોઈ દિવસ ભૂત-પ્રેત નડતું નથી, કદાચ હોય તો પણ દૂર થાય છે.
શ્લોક ૧૬-૧૭ના પ્રભાવને બતાવનારી કથા
સારંપુર નામે એક શહેર હતું, તેમાં સગર નામે રાજા હતો. તેને દેવીસિંહ નામે પુત્ર હતો. જેવો સગર રાજા ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ અને નીતિમાન હતો, તેવોજ દેવીસિંહ નાસ્તિક અને કુર હતો.
રાજાએ પોતાના પુત્રને ધર્મના સંસ્કારો પાડવા માટે બહુ બહુ પ્રયત્ન કરવા માંડ્યા, પરંતુ તે સર્વ નિષ્ફળ નીવડ્યા,
આખો દિવસ મોજ મઝા કરવી, સાધુ પુરૂષોને સતાવવા, નિર્દોષ માણસોને હેરાન કરવા અને અનેક વ્યસનો સેવવા એમાંજ તેના દિવસો પસાર થતા હતા.
રાજા તેના આ વર્તનથી બહુ દુ:ખી થતો હતો. પરંતુ તેને એકે ઉપાય સૂઝતો ન હતો. ઘણા ઘણા સારા અને વિદ્વાન માણસોની સોબતમાં તેને રાખવા પ્રયત્ન કરતો, પરંતુ પરિણામે તેનું સારૂં ફળ કંઈ મળ્યું નહિ.
એક વખત રાજકુમાર પોતાના મિત્રો સાથે વનમાં ફરવા નીકળ્યો હતો. તેવામાં કોઈ તપસ્વી મુનિરાજ ધ્યાનમાં ઉભેલા તેમની નજરે પડ્યા. રાજકુમારે તથા તેના મિત્રો મુનિની પાસે આવ્યા, મુનિએ આ