________________
૫૬
પૂછયો. ત્યારે દેવીએ કહ્યું કે, ‘આજ શ્લોકનું ચિતંવન કરી આ રાખની ચપટીથી રાજાના કપાળમાં ચાંલ્લો કરો એટલે રાજા તે દુઃખથી મુક્ત થશે.”
સવારે પ્રધાન વિગેરે ઘણા માણસો સહિત રાજા તે મહાત્મા જે ઉપાશ્રયે હતા ત્યાં આવ્યા, અને વંદન કરી બેઠા, ત્યારે પ્રધાને વિનંતિ કરવાથી મહાત્માએ રાખની ચપટી ભરી ૧૫મા શ્લોકનું ચિંતવન કરી રાજાના કપાળમાં ચાંલ્લો કર્યો કે તરત જ રાજાને શાંતિ થઇ ગઈ.
આ ચમત્કારથી સભાજનો આશ્ચર્ય પામ્યા અને રાજા તથા પ્રજાને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા થઇ.
ખરેખર ? પ્રભુના સ્મરણથી જો કર્મરૂપી પિશાચો દૂર થાય તો પછી આ બાહ્ય પિશાચો નાસી જાય એ સ્વભાવિક છે.
નાસ્તિકને આસ્તિક બનાવવા માટે નિમવર્તિ ૨૫ વ િત તે લપૂ ૨ઃ કૃત્નું જગત્પ્રયમિદં પ્રકટીકરોષિ; ગમ્યો ન જાતુ મરૂતાં ચલિત ચલાનાં, દીપોડપરસ્ત્વસિનાથ જગત્પ્રકાશઃ || ૧૬ ॥
ભાવાર્થ:- હે નાથ ! ધૂમાડા તથા દીવેટ વિનાના તથા ત્યાગ કર્યું છે તેલનું પુરવું જેણે એવા તમે આ સમગ્ર ત્રણ જગતને પ્રકાશિત કરો છો, તથા જેણે પર્વતો કંપાવ્યા છે એવા વાયુને કદાપિ પામવા લાયક નહિ એવા તથા જગતમાં પ્રસિદ્ધ એવા તમે અલૌક્કિ દીવા રૂપ છો. II ૧૬ |