________________
પિશાચ દૂર થાય છે.
ચિત્ર કિમત્ર યદિ તે દિશાંગનાભિનિત મનાગપિ મનો ન વિકાર માર્ગમ્; કલ્પાનકાલમરૂના ચલિતા ચલેન, કિં મંદરાદ્રિશિખરં ચલિત કદાચિત્ II ૧૫
ભાવાર્થ - હે નિર્વિકારી પ્રભુ! જો દેવાંગનાઓએ શૃંગાર વિગેરેની ચેષ્ટા વડે પણ તમારા મનનો જરાપણ વિકાર પમાડ્યો નહી તો તેમાં શું આશ્ચર્ય છે! કારણ કે બીજા પર્વતોને કંપાવનાર પ્રલયકાળને વાયુ શું કદાપિ મેરૂ પર્વતના શિખરે કંપાવી શકે? I ૧૫ ऋद्धि : ॐ हीं अहँ नभो दसपुवीणं ॥ मंत्र : ॐ नमो भगवती गुणवती सुसिमा पृथिवी वज्रशखला માનસી મહામાનસી ચાહા //
આ પંદરમા કાવ્ય-મંત્રથી મીઠું-તેલ અથવા ફુલને ૨૧ વાર મંત્રીને મોં ઉપર લગાડવું.જેથી સર્વ ઝઘડા મટે. રાજ્ય દરબારમાં માન મળે, જીત થાય, દરોરજ વિધિપૂર્વક ૧૦૮ વાર ગણવાથી મનના તમામ વિકારો માટે અને સંપત્તિ મળ્યા વિના રહે નહિ.
શ્લોક ૧૫ નો પ્રભાવ બતાવનારી કથા
ચંપાનગરીમાં ધુરસેન નામે એક રાજા હતો. તે બહુજ દયાળુ અને નીતિવાન હતો. તેને ગુણચંદ્ર નામે એક પ્રધાન હતો, તે પણ બહુજ ગુણવાન અને ન્યાયી હોવાથી રાજા તથા પ્રજા બનેને પ્રિય હતો.