________________
૩૮
લોકો ભયભીત થઈ ગયા. દરેક પોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવા લાગ્યા. વીરચંદભાઈએ પણ ભક્તામરના શ્લોકોની શુદ્ધ મનથી આરાધના કરવા માંડી. થોડીવારમાં વહાણ ભાંગ્યું, અને માણસો ડુબવા લાગ્યાં. દેવયોગે વીરચંદભાઈને હાથમાં એકપાટીયું આવી ગયું, તેથી એજ તોફાનના તોફાની મોજાઓ વડે તે કાંઠા પર ઘસડાઈ આવ્યા. આવી સ્થિતિમાં પણ તે ભક્તામરના શ્લોકોનું સ્મરણ કરતા હતા. તેની આ અચળ શ્રદ્ધાથી શાસનદેવી પ્રસન્ન થઈ. અને તેને અનેક કિંમતી રત્નો તથા અભુષણો આપી સુરક્ષિત સ્થાને મુકી અદશ્ય થઈ ગઈ.
વીરચંદભાઈ પોતાને ઘેર પહોંચ્યા. દેવીની આપેલ ભેટ વડે તે પૈસાદાર બન્યો. કંજુસાઈ ન કરતાં તેણે અનેક દુઃખી જીવોને સહાય કરવા લાગ્યો. ધન્ય છે એવા અચળ શ્રદ્ધાળુ વીરચંદભાઈને.
વિધ્રહર શ્લોકો. સોડહં તથાપિ તવ ભક્તિવશાનુનીશ ! કતું સ્તવં વિગત શક્તિરપિ પ્રવૃત્તઃ; પ્રીત્યાત્મવીર્ય વિચાર્ય મૃગ મૃગેન્દ્ર, નાગ્યેતિકિ નિજશિશો: પરિપાલનાર્થમ્ પા.
ભાવાર્થ -હે મુનીશ્વર! હું શક્તિવિનાનો હોવા છતાં પણ તમારી ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા પ્રેરાયો છું.” જેમ મૃગલો પોતાનું બળ વિચાર્યા વિના જ માત્ર પોતાના બચ્ચા પરની પ્રીતિને લીધે જ તે બચ્ચાને માટે શું સિંહની સામે યુદ્ધ કરવા નથી દોડતો! (૫)
દ્ધિઃ ૩૦ હૈ જૈ શૉ નો મળતોદિનિધાનં // मंत्र : ॐ हीं की क्रौं सर्व संकट निवारणेभ्यो
सुपार्श्वयक्षेभ्यो नमो नमः स्वाहा -