________________
૩૭
પણ એક દિવસ તેમનો ઉપદેશ સાંભળવા ગયા. પૂ. આચાર્યજીની અમૃતમય વાણી સાંભળીને એને ખૂબ જ આનંદ થયો. તેને એ વાણી ફરી ફરીને સાંભળવાની ઇચ્છા થઇ. વ્યાખ્યાન પૂરૂં થયું. લોકો મહાત્મા પુરૂષનાં વખાણ કરતા વિખરાયા. પરંતુ વિરચંદભાઈ ત્યાંજ બેસી રહ્યા. આચાર્યશ્રીએ તેમને જોયા. અને વીરચંદભાઈની નજર પણ આચાક્યજી ઉપર પડી. તે ઉભો થયો. અને પૂ. આચાર્યજીના ચરણમાં નાના બાળકની માફક ઢળી પડ્યો. તેનું હૃદય ભરાઈ ગયું, અને આંખમાં ઝળઝળીયાં આવી ગયાં; તે નમ્ર સ્વરે બોલ્યો-પૂજ્ય ! આપનો અમૃતમય ઉપદેશ સાંભળ્યો, પરંતુ એ બધો ધર્મ જેની મનોવૃત્તિ શાન્ત હોય, જેનું જીવન સુખી હોય તેજ આચરી શકે. પરંતુ જેને ઘરમાં એક દિવસના પણ ખાવાના સાંસા હોય તે શી રીતે આવો ધર્મ આચરી શકે ?
ન
પરમ દયાળુ મહાત્મા દ્રવિત હૃદયે બોલ્યા. ભાઇ જે સુખ-દુઃખ આવે છે, તે પૂર્વ કર્મના યોગે આવે છે. જો પૂર્વ જન્મમાં પુણ્યદાન ન કર્યું હોય તો, આ ભવમાં દરિદ્રતા પ્રાપ્ત થાય છે, પરંતુ તે નષ્ટ કરવામાં ધર્મ એજ એક ઉત્તમ ઉપાય છે. જો તારી ઈચ્છા હોય તો હું આ શ્લોક (૩૪) તને આપું છું તેનું શાંત ચિત્તે ચિંતવન કરજે, વળી તેનું અક ધ્યાનથી શ્રદ્ધાપૂર્વક નિરંતર સ્મરણ કરજે, જેથી તને જરૂર લાભ થશે.
વીરચંદભાઇ તો આવી અમૂલ્ય પ્રસાદી જ ઈચ્છતા હતા. તેણે એ બે શ્લોકોને કંઠાગ્ર કરી મહાપુરુષના ચરણમાં નમસ્કાર કરી પોતાના સ્થાને જઈ તેનું નિરંતર શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા લાગ્યા.
આ વાતને કેટલોક વખત થઇ ગયો. એક વખત વીરચંદભાઈ નગરના એક પ્રતિષ્ઠિત શેઠની સાથે દેશાવર જવા નીકળ્યા. દરિયામાં વહાણ પાણી કાપનું કાપતું ધીમે ધીમે આગળ વધતું જતું હતું. એક દિવસ એકદમ પવન ફર્યો અને ઘડીવારમાં દરિયો તોફાને ચઢયો. મોટા મોટા ભયાનક મોજાંઓ વહાણ સાથે અથાડવા લાગ્યાં. વહાણમાં રહેલા બધા