________________
વક્ત ગુણાનું ગુણ સમુદ્ર શશાંક કાત્તાનું કસ્તક્ષમઃ સુર ગુરૂ પ્રતિમોડપિ બુદ્દયા || કલ્પાત કાલ પવનદ્ધત નક્રચક્ર | કો વા તરીકુમલમબુનિધિ ભુજાભ્યામ્ II૪ll
અર્થ-હે ગુણસમુદ્ર ! પ્રલયકાળના પવનથી જેના વિષે મગરમચ્છાદિ જીવો ઉછળી રહ્યા છે. એવા સમુદ્રને હાથ વડે તરવાને કોઈ શક્તિમાન હોય છે? (અર્થાત કોઈ નહીં.) તેવી રીતે ચંદ્રમાં સમાન ઉજવલ તમારા ગુણોનું વર્ણન કરવાને બૃહસ્પતિ સરખો પણ ક્યાંથી શક્તિમાન હોય? (૪)
ऋद्धि : ॐ ही अहँ नमो सव्योहि जिणाणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं की जलदेवताभ्यो नमः ॥
આ ચોથા કાવ્યના મંત્રથી કાંકરી સાત લઈને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રી પાણીમાં નાખવી, જેથી જળમાં માછલી આવે નહિં અને જીવદ્યા પળાય.
વાત ૨ શ્લોક ૩-૪
દારીન્દ્ર દુર થાય છે. વિરચંદભાઈ નામે એક શ્રાવક હતો. તે દયાળુ, નીતિમાન અને બુદ્ધિશાળી હતો. પરંતુ કર્મ સંયોગે તે બહુજ ગરીબ હતો. અનેક ધંધાઓ કરવા છતાં તે તેમાં ફાવ્યો નહિ. આ ગરીબાઈથી તેને હંમેશાં ખૂબ જ દુઃખ થતું. એક વખત તે ગામમાં કોઈ એક મોટા પૂ. આચાર્ય પધાર્યા. લોકોનાં ટોળે ટોળાં તેમનો ઉપદેશ સાંભળવા જવા લાગ્યા. વીરચંદભાઈ