________________
૨૨૧
કોળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે૦ ૧૩ કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ, બંદીવાન મરાવિયા, કોરડા છડી દંડ. તે૦ ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિક્ખ. તે૦ ૧૫. કુંભારને ભવે મેં કીયા, નીભાડ પચાવ્યા, તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે૦ ૧૬. હાલી ભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ, સૂડ નિદાન કીધાં ઘણાં, દીધા બળદ ચપેટ. તે૦ ૧૭, માળીને ભવે રોપિયા, નાનાવિધ વૃક્ષ, મૂળ પત્ર ફળ ફુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે૦ ૧૮ અધોવાઈઆને ભવે, ભર્યા અધિકા ભાર, પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. તે૦ ૧૮ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુર્વાદ અભ્યાસ. તે૦ ૨૦ શુરપણે રણઝુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે૦ ૨૨ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં, આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યાં. તે૦ ૨૨ કર્મ અંગાર કીયા વળી, ઘર મેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કૂડા કોસજ કીધા તે૦ ૨૩. બિલ્લી ભવે, ઉંદર લીયા, ગીરોલી હત્યારી, મૂઢ ગમાર તણે ભવે, મેં જુ લીખ મારી તે૦ ૨૪ ભાડભુંજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણા ગહું શોકિયા, પાડતા રીષ, તે૦ ૨૫. ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક, રાંધણ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રેક. તે૦ ૨૬. વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઇષ્ટ વિયોગ પાડ્યા ઘણા, કીયા રૂદન વિષવાદ. તે૦ ૨૭. સાધુ અને શ્રાવક તણાં, વ્રત લેઇને ભાંગ્યાં, મૂળ અને ઉત્તર તણાં, મુજ દૂષણ લાગ્યાં. તે૦ ૨૮. સાપ વીંછી સિંહ ચીવરા, શુકરાજ ને સમળી, હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સઘળી. તે૦ ૨૯. સુવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણી ઢોળ્યાં ઘણાં, શીત